________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
સ્પૃહા એટલે પરની આશા, જે કાર્ય કરવામાં પોતે સમર્થ ન હોય, એટલે કે પોતાનું કાર્ય કરવામાં જે પોતે જાતે સામર્થ્યથી શૂન્ય હોય, તે જ પરપદાર્થોની અપેક્ષા રાખે, જે માણસ પોતે સ્વયં પગથી ચાલી શકતો ન હોય તે જ માણસ લાકડીના ટેકા આદિ પરપદાર્થની અપેક્ષા રાખે. પરંતુ આ આત્મા તો પરિપૂર્ણ આનંદવાળો અને સર્વજ્ઞેયતત્ત્વને જાણવાના સ્વભાવવાળો છે. આ આત્મા એ જ પરમપદાર્થ છે. સર્વે પણ પદાર્થોનો બોધ કરવાના સ્વભાવવાળો છે. શુદ્ધ પોતાના સ્વરૂપના આનંદનો અનુભવ કરવાવાળો છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ આવા પ્રકારનું નિર્મળ છે. આ આત્મા સ્વરૂપભોગી છે. સ્વરૂપના આનંદવાળો છે. સ્વરૂપની જ મસ્તીવાળો છે, અલખ નિરંજન છે.
૩૬૮
પરંતુ મોહરાજાનું જોર હોવાથી અનાદિકાળથી આત્મતત્ત્વના અનુભવથી રહિત બનેલો આ આત્મા ભ્રષ્ટ થયેલો છે તેને પોતાના અસલી શુદ્ધ સ્વરૂપનું ભાન જ નથી. તેથી જ પરસ્પૃહાને કરે છે. પરદ્રવ્યોની સ્પૃહા ઈચ્છે છે, હવે તેનો કાલ પાક્યો છે. જૈન શાસ્ત્રો (સદાગમ)નું અધ્યયન કરવાથી, સત્સંગ અને સ્વાધ્યાયનું વારંવાર આલંબન લેવાથી, સદ્ગુરુનો સંયોગ મળવાથી સદ્ગુરુઓ પાસે નિરંતર વાચના અને વ્યાખ્યાન શ્રવણ કરવાથી, અવ્યાબાધ એવા આત્મતત્ત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપની સતત ભાવના ભાવવાથી ટંકોત્કીર્ણના ન્યાયે જાણ્યું છે પોતાના આત્માનું સ્વરૂપ જેણે એવા આ આત્માને હવે પરપદાર્થની સ્પૃહા થતી નથી, સ્વ-પરનો વિવેક સમજાઈ ગયો છે. આત્માનું શું છે અને પરનું શું છે ? તે ગુરુગમાદિથી બરાબર સમજાઈ ચૂક્યું છે. માટે જ પરપદાર્થોનો ત્યાગ કરી આ જીવ મુનિજીવન સ્વીકારે છે, સાધનામાં જ જોડાય છે. ધન, સ્વજન, ગૃહાદિથી નિઃસ્પૃહ બને છે. ઉત્કૃષ્ટ ત્યાગી બને છે.
ગુરુજી પણ નિરંતર તે જીવને સ્વ-પરનો વિવેક કરાવનારી ધર્મદેશના જ આપે છે. સ્વતત્ત્વ અને પરતત્ત્વનો ભેદ સમજાય તેવી સતત ધર્મદેશના આપવી એ જ ગુરુજીનું કર્તવ્ય છે. આવી સાચી દેશના આપનારા ગુરુજીને જ સદ્ગુરુ કહેવાય છે. સ્વ-પરના વિવેકને કરનારી ધર્મદેશના આપવી અને સાંભળવી એ જ ગુરુ-શિષ્યનો ધર્મ છે. બીજા કામોમાં ચિત્તને જોડવું તે ઉપાધિરૂપ છે. માટે નિઃસ્પૃહ થવા પ્રયત્નશીલ બનવું જ ઉપદેશ 9.11211
બારમું નિઃસ્પૃહાષ્ટક સમાપ્ત