________________
જ્ઞાનમંજરી
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૧૫
એવો આત્મા એટલે કે શુદ્ધ ત્રણ ગુણમય જે આત્મા તે જ આત્મા છે (પણ શરીરાદિ જે પુદ્ગલદ્રવ્યો છે તે આત્મા નથી, મેં મોહથી તેને આત્મા માની લીધો છે) આવું જાણતો એવો તે જીવ રાગ-દ્વેષ-વિષયવાસના અને કષાયો આદિને પરભાવ છે, વિભાવદશા છે, અશુદ્ધદશા છે, મારી દશા નથી. કર્મબંધના કારણભૂત દશા છે. આમ સમજીને તે બધા ભાવોનો પરતરીકે અર્થાત્ ભિન્ન તરીકે નિર્ણય કરતો છતો સાચી દૃષ્ટિવાળો બને છે તેને જ અંતરાત્મા કહેવાય છે. આવા પ્રકારના ભેદજ્ઞાનવાળા આત્માને અંતરાત્મા કહેવાય છે.
આ જ આત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કાલે જે શુદ્ધ, અનંતગુણમય, નિરંજન, નિરાકાર એવા આત્મતત્ત્વના સ્વરૂપનો નિશ્ચય કરેલો હતો અર્થાત્ પુદ્ગલથી આત્મતત્ત્વ સર્વથા ભિન્ન દ્રવ્ય છે અને તે શુદ્ધ કંચનમય છે આવું જે શ્રદ્ધાથી જાણેલું હતું તે શ્રદ્ધાથી જાણેલા અને નિર્ણીત કરેલા આત્મતત્ત્વના સ્વરૂપથી ક્રમશઃ સાધના-આરાધના કરતાં કરતાં તે શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યે છતે પરમાત્મા બને છે. જે બહિરાત્મા હતો તે જ અન્તરાત્મા થવા દ્વારા કાલાન્તરે શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાથી પરમાત્મા થાય છે. અને તેરમુંચૌદમું ગુણસ્થાનક પસાર કરી સર્વ કર્મોનો ક્ષય કરી “પરમ આનંદમય સંપૂર્ણપણે સ્વધર્મના (આત્મસ્વરૂપના) આવિર્ભાવનો ભોક્તા બનીને સિદ્ધ થાય છે.
આ કારણથી આવી આત્મવિકાસની પંક્તિમાં ચઢવા માટે જ મહાત્મા પુરુષો પ્રથમ મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપનો અનુભવ કરવા વડે જગતની એંઠતુલ્ય મલીન અને કાદવ-કીચડતુલ્ય એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરે છે. તેથી વિષયો ત્યજવા જેવા છે.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोपमा । જામે પત્થમાળા, અજામા નંતિ ારૂં ?-રૂા
(ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૫૩)
विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पीयंताणं । विसयविसयाइन्नं पिव, विसयविसविसूइया होई ॥
कामभोगग्रहो दुष्टः, कालकूटविषोपमः । तद्व्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः ॥ अतः आत्मानुभवने तृप्तिं कुरु ॥३॥
(ઉપદેશમાલા ગાથા-૨૧૩)