________________
૨૪
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
शुक्लपक्षे अर्धपुद्गलाभ्यन्तरसंसाररूपे प्रवर्तमाने सति, पूर्णानन्दः - आत्मा, स एव विधुश्चन्द्रस्तस्य कला स्वरूपानुयायिचैतन्यपर्यायप्राग्भावरूपा द्योतते शोभते इत्यर्थः ।
કૃષ્ણપક્ષ (દરેક મહીનાનો અંધારીયો પક્ષ-વદી પક્ષ) ક્ષય થયે છતે અને શુક્લપક્ષ (અજવાળીયાનો પક્ષ-સુદી પક્ષ) ઉદયમાં આવ્યે છતે ચંદ્રમાની કલા વધારેને વધારે પ્રકાશિત થતી જાય છે. આ વાત સર્વે મનુષ્યોને પ્રત્યક્ષ છે, અનુભવસિદ્ધ છે. આવા પ્રકારનો લોકવ્યવહાર છે. તેમાં કંઈ કહેવું પડે કે સમજાવવું પડે તેમ નથી.
એવી જ રીતે અર્ધપુદ્ગલપરાવર્તનથી અધિક સંસારના હોવારૂપ કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર (તેનાથી ન્યૂન) સંસારના હોવા રૂપ શુક્લ પક્ષનો ઉદય થયે છતે પૂર્ણાનન્દમય જે આ આત્મા છે તે જ જાણે ચંદ્રમા હોય તેમ તેની આત્મસ્વરૂપને અનુસરનારી ચૈતન્યપર્યાયની પ્રગટતા થવારૂપ કલા વધારે ને વધારે પ્રકાશિત થાય છે. આ જીવનો મોક્ષે જવાનો અર્ધપુદ્ગલપરાવર્તનથી વધારે કાલ બાકી હોય (અર્થાત્ મોક્ષપ્રાપ્તિ દૂર દૂર કાલે થવાની હોય) ત્યારે કૃષ્ણપક્ષ કહેવાય છે અને આ જીવનો મોક્ષે જવાનો કાલ જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનની અંદરનો હોય છે. તેનાથી ન્યૂન હોય છે ત્યારે શુક્લપક્ષ કહેવાય છે.
જ્યારે કૃષ્ણપક્ષકાલ હોય ત્યારે મોક્ષ દૂરકાલે થવાનો હોવાથી આત્માનું ચેતનાવીર્ય ભોગ તરફ-પુદ્ગલના સુખો તરફ, તેમાં જ સુખબુદ્ધિ કરીને પ્રવર્તનારું હોય છે અને જ્યારે શુક્લપક્ષકાલ આવે છે ત્યારે મોક્ષ નિકટકાલમાં જ થવાનો હોવાથી આત્માનું ચેતનાવીર્ય ભોગસુખો તરફ ઉદાસીન થાય છે અને આત્માના સ્વરૂપને અનુભવવામાં જ આનંદ માનનારા એવા ચેતનાવીર્યનો પ્રાદુર્ભાવ થાય છે. આત્માની ચૈતન્યશક્તિ અને વીર્યશક્તિ સ્વગુણોની રમણતાના આનંદ તરફ વળે છે. ચાલતાં ચાલતાં ગામની ભાગોળ આવે ત્યારે ગમે તેવા થાકેલાના પણ પગ જોરથી ઉપડે છે તેમ અહીં સમજવું. દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ બાકી રહેવા રૂપ શુક્લપક્ષ આવે ત્યારે આત્માની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. ભોગસુખોને બદલે આત્મગુણોની રમણતાના સુખ તરફ આ આત્મા દોટ મુકે છે.
शुक्लपक्षे प्राप्ते आत्मनि चेतनापर्यायः शोभते, कृष्णपक्षे हि अनादिक्षयोपशमीभूत-चेतनावीर्यादिपरिणामः मिथ्यात्वासंयमैकत्वेन संसारहेतुत्वात् न शोभत इत्यर्थः । अस्य हि आत्मनः स्वरूपसाधनावस्था एव प्रशस्या । कृष्णपक्षशुक्लपक्षलक्षणं तु