________________
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર
ગાથાર્થ :- ક્રિયા વિનાનું એકલું જે જ્ઞાન હોય છે અને જ્ઞાન વિનાની એકલી જે ધર્મક્રિયા હોય છે આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું અંતર જાણવું. ||૧૧||
૮૬૮
ટીકા :- “યિાશૂમિતિ' થવું જ્ઞાનં-તત્ત્વાવવોધ: સત્વસંવેદ્યવેનરૂપ, क्रियाशून्यं - द्रव्यक्रिया आश्रवरोधनात्मिका, तया शून्यं, च-पुनः क्रिया ज्ञानशून्या, तयोः अन्तरं भानुखद्योतयोरिव ज्ञेयम् । भानुतुल्यं ज्ञानम्, खद्योतप्रकाशतुल्या क्रिया ज्ञानशून्या ज्ञेया इति ॥ ११ ॥
વિવેચન :- જ્ઞાન અને ક્રિયા આ બન્નેની વચ્ચે અંતર કેટલું ? તે હવે સમજાવે છે. તત્ત્વનો સમ્યગ્ બોધ તે જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન યથાર્થપણે સ્વ-સંવેદનસ્વરૂપ છે, આત્મદશાના અનુભવાત્મક છે પણ તેવા જ્ઞાનવાળો આત્મા ધારો કે ક્રિયા ન કરતો હોય, કેવળ એકલું જ્ઞાનમાત્ર હોય અને ધર્મક્રિયા એટલે કે દ્રવ્યક્રિયા કે જે ધર્મ ક્રિયા સાવઘયોગના પચ્ચક્ખાણપૂર્વક કરાઈ હોય એટલે આશ્રવોનો નિરોધ કરવાપૂર્વક કરાઈ હોય, પણ જ્ઞાનના ઉપયોગવાળી ન કરાઈ હોય, એટલે માત્ર દ્રવ્યક્રિયા જ હોય. તો આ બેમાં અંતર કેટલું ?
:
(૧) દ્રવ્યક્રિયાથી શૂન્ય એકલું તત્ત્વના બોધ રૂપ જ્ઞાનમાત્ર હોય અને (૨) જ્ઞાનથી શૂન્ય એકલી દ્રવ્યક્રિયા માત્ર જીવનમાં જો આવી હોય તો આ બન્નેની વચ્ચેનું અંતર સૂર્ય અને આગીયા તુલ્ય જાણવું. જ્ઞાન સૂર્યસમાન છે અને જ્ઞાનશૂન્ય એવી ધર્મક્રિયા આગીયાના પ્રકાશતુલ્ય જાણવી. ક્રિયા કદાચ જીવનમાં ન હોય પણ તાત્ત્વિક જો જ્ઞાન હોય તો પરિણામ ઘણા કોમળ હોય છે. તીવ્ર રાગ-દ્વેષ થતા નથી, કષાયોની માત્રા ઘણી ઓછી હોય છે, ભવ ઉપરનો નિર્વેદ પરિણામ હોય છે, તેથી જુનાં કર્મોનો ક્ષય વધારે પ્રમાણમાં થાય છે અને નવાં કર્મોનો બંધ અલ્પમાત્રામાં થાય છે.
જ્યારે ક્રિયામાત્ર હોય અને જ્ઞાન ન હોય તો તે ક્રિયા માનાદિનું, સ્વપ્રશંસાનું અને પૌદ્ગલિક પ્રલોભનોનું પણ કારણ બને છે. માટે કર્મોની નિર્જરા ઓછી કરાવે અને બંધ ઘણીવાર વધારે પણ કરાવે. માટે સૂર્ય અને આગીયા વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર કેવળ એકલા એકલા જ્ઞાન અને ક્રિયા વચ્ચે છે.
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં, શ્રી દ્રવ્યગુણપર્યાયના રાસમાં અને શ્રી આઠદૃષ્ટિની સજ્ઝાયમાં પણ આ જ ભાવાર્થ મહાત્મા પુરુષોએ કહેલો છે -
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । અનયોરન્તર જ્ઞેયં, ભાનુદ્યોતયોરિવ રરરૂા