________________
૪૧૬ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર સુંદર બનાવ્યું હોય, થાળ આદિમાં પડ્યું હોય ત્યારે સુગંધિત અને દર્શનીય લાગતું હોય, પણ તેમાંથી એક ટુકડો મુખમાં મુક્યા પછી કદાચ કોઈ કારણસર બહાર કાઢવામાં આવે તો તે ટુકડો એવો થઈ જાય છે કે ફરીથી ખાવો ન ગમે અને દેખવો પણ ન ગમે, શરીરનો સ્પર્શ પવિત્ર ટુકડાને ક્ષણવારમાં અપવિત્ર કરે છે. આજે ધારણ કરેલું વસ્ત્ર શરીરના સ્પર્શથી બીજા દિવસે મેલું થઈ જાય છે. કર્પરાદિ પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. આવું શરીર છે. શરીરનો સ્વભાવ પવિત્રને પણ અપવિત્ર કરવાનો છે.
તથા માતાના શરીરનું રુધિર અને પિતાના શરીરનું વીર્ય આમ બને ધાતુઓ દુર્ગધવાળી અને અપવિત્ર છે. તેનાથી જ આ શરીર બનેલું છે. આવા શરીરને પાણીથી વારંવાર ધોઈને, માટી-વિલેપન, સાબુ, શેમ્પ ઈત્યાદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો જે મોહ છે તે ભ્રમ માત્ર છે. જે કોલસો અથવા કાગડો જાતે કાળો છે, તેને દૂધાદિ સફેદ વસ્તુઓ વડે સેંકડોવાર નવરાવવામાં આવે તો પણ તે કોલસો અથવા કાગડો સફેદ થતો નથી. તેમ શરીર માટે પણ સમજવું. જે શરીર સ્વયં પોતે અપવિત્ર છે. પવિત્રને પણ અપવિત્ર કરવા સમર્થ છે અને અપવિત્ર પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલું છે તેને પાણી-સાબુ આદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે ભયંકર ભ્રમમાત્ર જ છે.
ટીકાના પદોનો અર્થ આ પ્રમાણે છે - યથાર્થ ઉપયોગ વિનાના અજ્ઞાની મૂઢ જીવનો ઈન્દ્રિયોના આધારભૂત એવા દેહને વિષે પાણી, માટી આદિ પદાર્થો વડે પવિત્ર કરવાનો બ્રાહ્મણ વગેરે સામાન્ય લોકોનો જે ભ્રમ છે તે દારૂણ છે અર્થાત્ ભયંકર છે. કેમે કરી સમજાવવા છતાં સમજતા જ નથી કે જે શરીર પોતાની જાતે અપવિત્ર છે, તે જલસમૂહ વડે શું પવિત્ર થઈ શકે છે? અર્થાત પવિત્ર થઈ શકતું નથી.
વળી તે દેહ કેવો છે? પવિત્ર એવા કર્પરાદિને પણ અપવિત્ર કરવાને સમર્થ છે મલીન કરવાને સમર્થ છે. આ શરીરના સંગથી ચંદનના વિલેપન વગેરે પણ અપવિત્ર બની જાય છે. વળી આ શરીર કેવું છે? અપવિત્ર વસ્તુઓથી ઉત્પન્ન થયેલું છે. માતાનું આર્તવ (રુધિર) અને પિતાનું શુક્ર (વીય), તેનાથી છે ઉત્પત્તિ જેની એવું આ શરીર છે, તેમાં જલાદિ દ્વારા પવિત્ર કરવાનો પરિણામ એ દારુણ મોહમાત્ર છે, મૂઢતા જ છે. ભવભાવના નામના ગ્રન્થમાં કહ્યું છે કે –
सुक्कं पिऊणो माऊए, सोणियं तदुभयपि संसटुं । तप्पढमयाए जीवो, आहारइ तत्थ उप्पन्नो ॥२५४॥