________________
૧૪)
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
(૩) ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા એવા જ્ઞાનમાં અવિભાગપણે-અટક્યા વિનાનિરંતર પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનયથી જ્ઞાન. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે જ્યારે વ્યવહારનય નિકટવર્તી ત્રણે કાલને ગ્રહણ કરનાર છે અને નૈગમન તથા સંગ્રહનય દીર્ઘપણે ત્રણે કાલને ગ્રહણ કરનાર છે. તેથી નૈગમનય અને સંગ્રહનય સત્તામાં રહેલા જ્ઞાનને પણ જ્ઞાન માને, વ્યવહારનય પ્રગટ થયેલા જ્ઞાનને અને તદનુસાર પ્રવૃત્તિને જ્ઞાન માને અને ઋજુસૂત્રનય વર્તમાનકાલીન જ્ઞાનને જ્ઞાન માને. આમ ભેદ જાણવો.
(૪) ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે. તેથી વર્તમાનકાલે વર્તતો જે બોધ, પછી ભલે તે યથાર્થ બોધ હોય કે અયથાર્થબોધ હોય. એમ ઉભયબોધને આ નય જ્ઞાન માને છે.
(૫) શબ્દાદિ પાછલા ત્રણે નયી તત્ત્વગ્રાહી દૃષ્ટિવાળા છે તેથી (૧) સમ્યગ્દર્શન પૂર્વક યથાર્થ (જે વસ્તુ નિત્યાનિત્યાદિ ભાવવાળી છે તેવો યથાર્થ) બોધ થવા સ્વરૂપ જે જ્ઞાન, (૨) કારણ અને કાર્યની અપેક્ષાવાળું જે જ્ઞાન, (યોગાચારવાદી બૌદ્ધો શેય વિના જ્ઞાનમાત્ર માને છે તેવું નહીં, કારણ કે શેય હોય તો જ તે વિષયનું જ્ઞાન થાય છે. માટે શેયની અપેક્ષાવાળું જ્ઞાન) (૩) સ્વ અને પર એમ બન્નેનો પ્રકાશ કરનારું એવું જ્ઞાન, અર્થાત્ જ્ઞાન અને ય એમ બન્નેને જણાવનારું દીપકની તુલ્ય જ્ઞાન (કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે જેમ સુશિક્ષિત નટખટુ પરને પોતાના ખભા ઉપર ચઢાવી શકે છે પણ પોતાને પોતાના ખભા ઉપર ચઢાવી શકતો નથી તેમ જ્ઞાન શેયને જણાવી શકે છે પરંતુ પોતાને જણાવી શકતું નથી. કોઈક દર્શનકારો જ્ઞાનને સમયાન્તરે થયેલા બીજા જ્ઞાનથી પ્રકાશિત થાય પરંતુ સ્વયં સ્વનો પ્રકાશ ન કરે એમ માને છે. કોઈ કોઈ દર્શનકારો જ્ઞાન અર્થને જણાવે અને અર્થ જ્ઞાનને જણાવે એમ માને છે. આ સર્વે મતોના નિષેધ માટે લખેલ છે કે સ્વ-પર પ્રકાશક એવું જ્ઞાન)
(૪) સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવું જ્ઞાન (સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિનાસ્તિ, સામાન્યવિશેષ છે આવું જ જ્ઞાન તે).
(૫) અર્પિત અને અનર્પિત આદિ ભાવોથી યુક્ત (ક્યારેક દ્રવ્યાર્થિકનયની પ્રધાનતા કરનારું અને ક્યારેક પર્યાયાર્થિકનયની પ્રધાનતા કરનારું, એમ જે કાલે જેની અર્પણા (પ્રધાનતા) કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય તે રીતે અર્પણ અને અનર્પણા કરવાના ભાવથી યુક્ત, આવું જે સમ્યજ્ઞાન છે તેને જ શબ્દનય જ્ઞાન કહે છે.
(૬) સમભિરૂઢનયની અપેક્ષાએ સર્વપ્રકારની વસ્તુને જાણવાની જ્ઞાનશક્તિ, તેને સમજાવવા માટેની વચનશક્તિ અને તે તે વસ્તુમાં રહેલ પર્યાય પામવાની શક્તિ એમ