________________
૨૬૪
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
॥ अथ नवमं क्रियाष्टकम् ॥
परभावत्यागकरणमेव साधका क्रिया, अतः क्रियाष्टकं निरूप्यते । क्रियते आत्मकर्तृत्वेन सा क्रिया, कर्तुः द्रव्यस्य प्रवृत्तिः । स्वरूपाभिमुखदर्शनज्ञानोपयोगता ज्ञानम्, स्वरूपाभिमुखवीर्यप्रवृत्तिः क्रिया, एवं ज्ञानक्रियाभ्यां मोक्षः । तत्र ज्ञानं स्वपरावभासनरूपं, क्रिया स्वरूपरमणरूपा, तत्र चारित्रवीर्यगुणैकत्वपरिणतिः क्रिया, सा साधका,
अत्र अनादिसंसारे अशुद्धकायिक्यादिक्रियाव्यापारनिष्पन्नः संसारः । स एव विशुद्धसमितिगुप्त्यादिविनयवैयावृत्त्यादिसत्क्रियाकरणेन निवर्तते । अतः संसारक्षपणाय क्रिया संवरनिर्जरात्मिका करणीया ।
પરભાવનો ત્યાગ કરવો એ જ આત્મતત્ત્વને સાધી આપે એવી મોક્ષસાધક ક્રિયા છે. આ કારણથી હવે ક્રિયાષ્ટક લખાય છે. “આત્મા છે કર્તા જેમાં એવી કરાતી જે કોઈ સારીનરસી પ્રવૃત્તિ, તેને ક્રિયા કહેવાય છે. કુલ છ દ્રવ્યો છે તેમાં કર્તાભૂત જે દ્રવ્ય છે તે આત્મદ્રવ્ય છે. તેની અર્થાત્ કર્તાભૂત એવા આત્મદ્રવ્યની જે પ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે.
અહીં આત્મતત્ત્વનું સ્વરૂપ કેમ પ્રગટ થાય? તેને અનુસરીને આત્મહત્ત્વના સ્વરૂપને અભિમુખ એવો દર્શન અને જ્ઞાનનો જે ઉપયોગ તે જ્ઞાન કહેવાય છે. અને આત્મતત્ત્વ પ્રગટ જે રીતે થાય, તે રીતે આત્મતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેને અભિમુખ એવી જે વીર્યપ્રવૃત્તિ તે ક્રિયા કહેવાય છે. આમ આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે. “શુદ્ધ આત્મતત્ત્વ પ્રગટ કેમ થાય ? તેને અનુસરીને થતી બોધની અને વીર્યની પ્રવૃત્તિને જ્ઞાન અને ક્રિયા કહેવાય છે.
જ્ઞાનષ્યિ મોક્ષ:” આવું વિશેષાવશ્યકભાષ્યમાં જે કહ્યું છે ત્યાં પણ જ્ઞાન એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો બોધ થવો તે, અને ક્રિયા એટલે આત્મસ્વરૂપમાં રમણતા, ત્યાં પણ ચારિત્રગુણ અને વીર્યગુણની એકતારૂપે જે પરિણતિ તે મોક્ષસાધક ક્રિયા જાણવી. અથવા ચારિત્રગુણમાં જ વીર્યગુણની તન્મયસ્વરૂપે જે પરિણતિ તે મોક્ષસાધક-ક્રિયા જાણવી.
અનાદિ કાળથી ચાલ્યા આવતા આ સંસારમાં મોહબ્ધ એવા આ જીવની મોહજન્ય, મોહમય અને મોહોત્પાદક એવી અશુદ્ધ જે કાયિકી આદિ ક્રિયાનો વ્યાપાર છે તેનાથી જ આ સંસાર (જન્મ-મરણના ફેરા) ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધ એવી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ