________________
જ્ઞાનમંજરી
ત્યાગાષ્ટક - ૮
૨૩૯
=
નથી, અમને આ બન્નેમાં ક્યાંય પુત્રપણું દેખાતું જ નથી. ત્યારે કહે છે કે - આ બધી મનની માનેલી માન્યતા” માત્ર છે કે “આ મારો પુત્ર છે, આ મારા પિતા છે, આ મારી માતા છે’’ ઈત્યાદિ બધી માન્યતા-ભ્રમ માત્ર છે. મોહદશાના વિકલ્પો જ માત્ર છે, અવાસ્તવિક છે. તે કલ્પનામાં કંઈ પણ તથ્ય નથી. તદ્દવે તેવા પ્રકારના અવાસ્તવિક અર્થાત્ કાલ્પનિક માત્ર સંબંધમાં મૂર્છા-આસક્તિ-પ્રેમ-રાગ કેમ કરાય ? ઈત્યાદિ ઉપદેશાત્મક એવાં દેવના વચનો વડે સર્વને (માતા, પિતા અને પત્નીને) પ્રતિબોધ થયો અને સર્વેએ પ્રવ્રજ્યા સ્વીકારી. તેથી આ લોકમાં “માતા-પિતા-પુત્ર” ઈત્યાદિ જે સંબંધ છે તે કેવલ ભ્રમમાત્ર છે. વાસ્તવિક કોઈ સગપણ સત્ય નથી. મોહનીયકર્મ અને નામકર્મ આદિના કારણે આ સર્વે એક ભવના સંબંધો છે. તેને જીવ સર્વથા સત્ય માનીને મોહાન્ધ થયા છતા સંસારમાં ભટકે છે. ॥૧॥
युष्माकं सङ्गमोऽनादि-र्बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादिबन्धूनित्यधुना श्रये ॥२॥
ગાથાર્થ :- હે બંધુઓ ! અનિયત સ્વરૂપવાળા એવા તમારો સંબંધ અનાદિનો છે. હવે ધ્રુવ એક સ્વરૂપવાળા શીલાદિ ગુણાત્મક બંધુઓનો હું આશ્રય કરું છું. ॥૨॥
ટીકા :- ‘‘યુગ્મા મિતિ'' હે માતપિતરો ! बन्धवः ! युष्माकं सम्बन्धः अनादिसन्तत्या अनाद्यनियतात्मनामसंयतानां भवतीत्यर्थः, वा अनियतात्मनाम्અનિશ્ચિતસ્વરૂપાળાં, મિત્ર શત્રુર્મવતિ, શત્રુઃ પુનમિત્ર મવતિ, અધુના ધ્રુવા-નિશ્ચિંતા, एकरूपा-नानाभावरहिता, तान् शीलादिबन्धून् शील- सत्य - शम - दम - सन्तोषादिबन्धून् हितकारकान् नित्यं सदा श्रये, हे साधक ! शुद्धात्मगुणरूपान् बन्धून् भज ॥२॥
વિવેચન :- માતા અને પિતાનો સંબંધ શારીરિક હોવાથી આ ભવ પૂરતો છે. તથા નામકર્મ અને મોહનીયકર્મના ઉદયજન્ય હોવાથી અવાસ્તવિક છે. આ આત્માનો પરદ્રવ્યની સાથેનો સંબંધ જ અનિયત છે. માતા પણ મરીને પત્ની થાય, પત્ની મરીને માતા થાય, પિતા મરીને પુત્ર થાય, પુત્ર મરીને પિતા થાય એટલે આ તમામ સગપણો અનિયત-અવાસ્તવિક અને કર્મોદયજન્ય છે. તેથી ઔપાધિક છે. તે સગપણને જ ઘણું મહત્વ આપીને આ જીવ મોહાન્ધ થયો છતો ભવોભવમાં રખડે છે. આત્મા અનંત ગુણાત્મક છે. ગુણો એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. પ્રગટ થયા પછી સદા રહેનાર છે. ક્યારેય જવાવાળું નથી. તેથી તે ગુણો ધ્રુવ પણ છે અને પ્રગટ થયા પછી હાનિ-વૃદ્ધિ વિનાના છે. ચાલી જનારા નથી તેથી એક સ્વરૂપવાળા છે. માટે હે આત્મા ! તું સાંસારિક સગપણનો ત્યાગ કર અને ગુણોનો સંબંધ કર. આવા પ્રકારનો આ શ્લોકમાં ઉપદેશ છે.