________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૦૩
દુઃખને) પામીને તત્ત્વરસિક મુનિ ક્યારેય ઉદાસ-દીન કે લાચાર બનતા નથી, કારણ કે આપણે પોતે જ કરેલું કર્મ છે તે કરેલાને ભોગવવામાં વળી દીનતા શું ? આપણે જે ઉછીના રૂપિયા કે પહેરવા માટે દાગીના લાવ્યા હોઈએ તે અવસર આવે ત્યારે રૂપિયા કે દાગીના પાછા આપવામાં ઉદાસીનતા, લાચારી કે દીનતા કેમ કરાય ? આ વસ્તુ પરની માલિકીની જ હતી માટે પર લઈ લે તો આપણો એટલો ભાર ઓછો થયો, એમ અસાતાદિ પીડા પરદ્રવ્યજન્ય હતી (પાપના ઉદયજન્ય હતી) પાપકર્મ ઉદયમાં આવવાથી તે પીડા આવેલી છે. જેમ જેમ અસાતાદિ ભોગવાતાં જાય તેમ તેમ તે કર્મો પૂર્ણ થતાં માથા ઉપરનો એટલો કર્મનો ભાર ઓછો જ થાય તેથી કૃતકર્મભોગમાં દીનતા શું કરવાની હોય ?
આ પાપકર્મો જ્યારે ભૂતકાલમાં બાંધ્યાં છે ત્યારે કોઈપણ જાતનો વિચાર કર્યો જ નથી અને એમને એમ વિના વિચાર્યે કાર્ય કરેલું હોવાથી તેનો વિપાક આવો આવ્યો છે. કોઈપણ પેઢીમાં વિચાર કર્યા વિના વ્યાજે પૈસા લીધે જ રાખીએ અને દેવું વધતું જ જાય તો તે દેવું ચૂકવવા માટે સ્થાવર મિલકત વેચવી પડે તો તે વેચવામાં વળી દીનતા શું હોય ! વિચાર્યા વિના દેવું કર્યું છે તો તે ચૂકવવું પડે, તેમ વિચાર્યા વિના ગમે તેમ કર્મો બાંધ્યાં છે તો પછી તે કર્મોનો વિપાક તો આવો માઠો જ હોય.
આ જ પ્રમાણે સુખને પામીને (સાતાદિ સુખ, રાજ્યનું સુખ, ઐશ્વર્યાદિનું સુખ) પામીને આશ્ચર્યચકિત ન થવું જોઈએ. કદાચ વિશિષ્ટ એવો પુણ્યનો ઉદય થાય અને સુખ મળે તો તેમાં આશ્ચર્ય શું પામવાનું ? આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. કારણ કે આ જે પુણ્યનો ઉદય આવ્યો છે તેનાથી સંસારસુખ પ્રાપ્ત થયું, પરંતુ તે પુણ્યકર્મ પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનું તો જ આવરણ કરનાર છે. જેમ જેમ પુણ્યકર્મનો ઉદય વધતો જાય તેમ તેમ તે સુખમાં આસક્ત થયેલો જીવ મોહ-મૂર્છા અને લોભાદિના કારણે આત્માના જ્ઞાનાદિ ગુણોને ભુલી જાય છે. તેનું અલ્પમાત્રાએ પણ લક્ષ્ય આ જીવ રાખતો નથી. ભોગપ્રિય એવો આ જીવ યોગદશાથી વિમુખ બને છે. તેથી સ્વગુણોના આવરણભૂત એવું પુણ્યકર્મ વિપાકમાં આવ્યે છતે આશ્ચર્ય શું પામવાનું ? વાઘ-સિંહ કે સર્પ જેવા પ્રાણઘાતક પ્રાણીઓ ઘરમાં ઘુસી જાય તો આનંદ કે આશ્ચર્ય શું થાય ? અર્થાત્ ન થાય, પણ ભય, અતિ અને શોક થાય. તેમ પોતાના ગુણોનો ઘાતક એટલે વાસ્તવિકપણે આત્માનો શત્રુ એવો પુણ્યકર્મનો વિપાકોદય થાય તેમાં આનંદ અને આશ્ચર્ય શું પામવાનું ? કંઈ જ નહીં પરંતુ રડવાનું કે હું મોહના ઝપાટામાં ફસાયો.
મુનિમહાત્મા આ બધું જાણે છે. સમસ્ત આ લોક શુભાશુભ કર્મના વિપાકોદયને પરવશ છે એટલે કે પરાધીન છે. સમસ્ત એવું જગત કર્મને આધીન છે. આવું તત્ત્વજ્ઞાની