________________
પ્રકરણ ૫ મું
૩૯
ખાઉં તેના કરતાં અમારા રાજાને ભેટ ધરૂ' તેજ સારૂ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એ રાજા નિરેગી અને દીર્ઘકાળ સુધી જીવશે તે પ્રજાને ન્યાયથી પાળો, અને દીન દુ:ખી અનાથના તે રાજા આધારભૂત થશે.”
નારાયણે એ અમરફળ અવંતીનાથ ભહુરીની રાજસભામાં આવીને રાજાની આગળ ભેટ કરી અને પ્રભાવ કહી સભળાવ્યા. એ અમર ફળથી તુષ્ટમાન રાજાએ તેને ધન આપીને સતાષ પમાડયા. રાજાનું સન્માન પામી ધન મેળવી નારાયણ ખુશી થતા પેાતાને ઘેર ગયા.
માળવાધિપતિ ભતૃહરીએ આ અમરફળ ખાતે ન ભક્ષણ કરતાં પાતાની પટ્ટરાણી અન’ગસેનાને આપી તેને પ્રભાવ કહી. સભળાવ્યા અનગસેનાએ પણ ફળનું પાતે ભક્ષણ નહીં કરતાં રાજા કરતાં પણ અધિક પ્રિય પેાતાના આશક હસ્તિપાળકને આપ્યુ, પટ્ટરાણી અનંગસેનાના હૃદયનું સ વ એ હસ્તિપાળક હતા. જેના કારણે ભહરીએ લઘુ વિક્રમને દેશવટા આપેલેા હતેા. પણ જગત્માં પ્રાણીઓના બધાય દિવસો કાયમ એક સરખા જતા નથી. એ તેા વેળા વેળાની છાંયડી. સમય પેાતાનું કામ નિયમિત કરે જ જાય છે.
હસ્તિપાળકને પણ અનંગસેનાથી પણ અધિક પ્રિય એક વેશ્યા હતી. એ વેશ્યાને આ અમરફળ આપી અને પ્રભાવ કહી સંભળાવ્યા. પેાતાના આશકની સાચી મહાઅત જાણીને વેશ્યા રાજી થઈ, વેશ્યાને પોતાના દુષ્ટ જીવન ઉપર તિરસ્કાર હોવાથી એણે એ અમરફળ રાજસભામાં રાજાની આગળ ભેટ ધર્યું. અમરફળા પ્રભાવ સાંભળી તેમજ ધારી ધારીને જોતાં એ અમરફળ પેાતાનો પાસે