________________
પ્રકરણ ૫ મું
૩૭ પ્રજાનું પાલન કરી, શઠ અને દુર્જનને શિક્ષા કરી તે સંત સાધુ અને સજજન જનનું રક્ષણ કરતા હતા, કહ્યું છે કે,
दुर्वलान्त मनाथानां, बाल वृद्ध तपस्वीनाम् । ___ अन्यायैः परिभूतानां, सर्वेषां पार्थिवोगतिः ॥
ભાવાર્થ–દુર્બલ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી, સંત. સાધુ અને સજજનો તેમજ અન્યાયથી પરાભવ પામેલાઓને રાજા એજ શરણભૂત છે.
ભર્તુહરીને રાજાભિષેક થયા તે સાથે વિક્રમાદિત્યને યુવરાજ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા, પજાને ન્યાયથી પાળતા અને શત્રઓથી પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરતાં ભર્તુહરીને સુખમાં કેટલાક કાળ વ્યતીત થયે,
સ્ત્રીઓની ચંચળતા જગતમાં શું નથી કરતી ? અવંતી જેવા દેશની મહારાણી તેમજ દરેક પ્રકારની સુખ સગવડતા છતાં મનની ચપળતાથી પટરાણ અનંગસેનાનું મન અવનવા વિચારમાં રમી રહ્યું હતું. એવી જ એક દુષ્ટ ચપળતાથી રાણીએ રાજાના કાન ભંભેર્યા સ્ત્રીઓને આધિન એવા અલ્પજ્ઞ પુરૂષે કોઈનું અરે પિતાના ભાઈનું પણ સાચું માનતા નથી. બલકે તેને તિરસ્કાર કરી અપમાન કરવાને પણ આંચકે ખાતા નથી.
રાજા ભર્તુહરીએ અનંગસેનાની ઉશ્કેરણીને વશ થઈ યુવરાજ વિક્રમને તિરસ્કાર કરી અપમાન કર્યું. તાડના તર્જના કરી. યુવરાજની સત્ય વાત લેશ પણ ધ્યાનમાં ન લેતાં નહી કહેવા ચેષ્ય રાજાએ કહેવાથી વિકમને બહુ જ બટું લાગ્યું. તેણે વિચાર્યું કે આવું અપમાન સહેવા કરતાં પરદેશ સારો. જ્યાં અનેક પ્રકારની બુદ્ધિ વધે, નવીન માણસેને સમાગમ થાય, અનેક નવીનતા, વિચિત્રતા, રીતભાતે જાણવાની મળે. મહામાની યુવરાજ વિક