________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય તેણે પણ કાળે કરીને સારા સ્વનિથી સુચીત સુંદર ગર્ભને ધારણ કર્યો. ગભના પ્રભાવથી તેણી દાન, શીયળ, તપ અને ભાવપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગી. જીનેશ્વરના મંદિરને વિષે જઈને જીનપૂજન કરવામાં તત્પર બની, જનભકિતમાં ને ધર્મમાં કાળ નિગમન કરતી રાણી શ્રીમતીને નિશાના અંત સમયે એક સુંદર પુત્રને પ્રસવ થયે. સ્વનામાં સૂર્યને જોયેલ હોવાથી તેમજ જન્મ સમયે પણ સૂર્યોદય સમય થયેલ હોવાથી રાજાએ એ બાળપુત્રનું વિક્રમાદિત્ય એવું નામ રાખ્યું. તિષના જ્ઞાતા પુએ સૂર્યોદય સમયે એ પુત્રને જન્મ હોવાથી દીર્ઘ આયુષ્યવાળો એને પરાક્રમથી પૃથ્વી મંડળને જીતીને અવંતીના રાજમંડળમાં પિતાની આણ ફેરવશે એવું ઉત્તમ ભવિષ્ય ભાખ્યું. વિક્રમાદિત્યને જન્મથી રાજાના હર્ષને તે શું પાર? આને જાણે રામ લક્ષ્મણની જોડી વિધાનાએ નવી સરજી કે શું ?
બને પુત્રો કાળે કરીને વૃદ્ધિ પામતાં શસ્ત્રવિદ્યા, અને શાસ્ત્રની કળાના પારંગામી થયા. રાજાએ ભીમ રાજાની પુત્રી અનંગસેના સાથે ભર્તુહરીનું પાણિગ્રહણ કરાવ્યું. ભર્તુહરી પણ અનંગસેના જેવી સુંદર રાજકુમારીને પત્ની બનાવી પિતાની નવીન યુવાવસ્થાને સફળ કરવા લાગ્યો. સુખમાં સમય જતાં કંઈ વાર લાગતી ની. એવા સુખમાં કળ વ્યતીત કરતાં રાજા ગંધર્વસેન એક દિવસ શુળ રોગને આધિન થઇ મૃત્યુ પામી ગયો. આ મૃત્યુલોકનું રાજપાટ છેડી સ્વર્ગ ભૂમિને તે અતિથિ થયા.
મંત્ર વિગેરે અધિકારીઓએ રાજાનું મૃત્યુકાર્ય કરી શુભ મૂહુર્ત પાટવી કુમાર ભતૃહરને રાજ્ય ઉપર બેસાડ, મારવા દેશની રાજ્ય લક્ષમીને પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી ભારી રાજતેજથી અધિક શોભવા લાગે. ન્યાયથી