________________
૩૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મહાન શત્રુ આજથી હંમેશને માટે સેવક થશે. પ્રાત:કાળે રાજાએ પિતાને સર્વ વૃત્તાંત મંત્રીમંડળને કહી સંભળાબે. આવા પરાક્રમી અને સાહસિક રાજાને મેળવે એ કાંઇ ઓછા ભાગ્યની વાત છે? જગતમાં મહાન પુણ્યવંતને શું નથી મળી શકતું ?
પ્રકરણ ૫ મું. “એ અવધુત તે કેણુ. ” 'अमोघा वासरे विद्युत् , अमोघंनिशि गर्जितम् । नारी बाल बचोऽमोघ, ममोघं देव दर्शनम् ॥' ।
ભાવાર્થ–જગતમાં સામાન્ય એવો નિયમ છે કે દિવસે વિજળી ઝબકારા લેતી હોય તે જરૂર વૃષ્ટિ થાય, રાત્રીએ મેઘની ગર્જના પણ અમોઘ એટલે નિષ્ફળ જતી નથી, તેમ કઈ વખતે સ્ત્રી અને બાળકનાં વચન પણ સફળ થાય છે એવી રીતે દેવદર્શન પણ જમતમાં નિષ્ફળ જતું નથી. ”
માળવાની રાજધાનીનું શહેર અવંતી ક્ષીપ્રા નદીના તા ઉપર આવેલું રમણીય અને મને હર હતું. પૂર્વે શ્રી ઋષભદેવના અવંતિ નામના કુમારને આ માળવદેશની સુબારી મળેલી જેથી એ અવંતિ રાજકુમારે માળવામાં આવીને આ ક્ષીપ્રાના કાંઠા ઉપરની રમણીય ભૂમિ ઉપર નગરી વસાવી પોતાના નામ ઉપરથી અવંતી નગરી નામ પાડ્યું હતું, સ્વગપુર સમી એ નગરી અનુક્રમ જાહોજલાલીને ભેગવતી માળવાની શોભાને વધારવા લાગી. અનેક મનહર અને રમણીય ઈમારતોથી એની શોભા વૃદ્ધિ પામી, એ અવંતીમાં કાળે કરીને અનેક રાજ્યક્રાંતિઓ થઈ એક પછી એક નવીન રાજ્ય આવ્યાં અને ગયાં, ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીના સમયમાં ચંદ્રપ્રદ્યોત