________________
૩૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય માદિત્ય તેજ રાતના એક ખડગ માત્ર ધારણ કરી જીર્ણ વસભેર એકાકી અવન્તીથી ગુપચુપ ચાલી ગયે, અનંગસેનાના માર્ગમાં નડતું વિન એ રીતે અત્યારે તે દૂર થયું. તેણી પોતાની બુદ્ધિની તારીફ કરતી હર્ષિત થઈ. પરદેશમાં ભમતા વિક્રમે સરળતાને લીધે અવધુત વેશ ધારણ કર્યો,
અવંતીમાં નારાયણ નામે એક બ્રાહ્મણ ઘણેજ દુઃખી દરીશ્રી અને કંગાળ હાલતમાં દિવસ વિતાવતા હતા. રોજના દારિકના દુઃખથી કંટાળી ક્ષીપ્રા નદીના તટ ઉપર આવેલા નગરની બહાર હરસિદ્ધ માતાના મંદિરમાં દેવીની ઉપાસના કરવા બેઠો. તેની ભકિત અને ઉપાસનાથી તેમજ દઢતાથી દેવીએ પ્રસન્ન થઈને દીર્ઘજીવિતને આપવાવાળું એક ફળ આપ્યું. એ ફળ જોઇને એ દુઃખી બ્રાહ્મણ બો “દેવી આ ફળમાં શું ગુણ છે ? આ ફળ મારૂં દારિક શી રીતે દૂર કરશે ? ”
એ ફળનું ભક્ષણ કરવાથી તું અમર થઇશ. દીર્ધ આયુષ્યવાળો થઇશ, ” દેવીની વાણી સાંભળી બ્રાહ્મણ બોલ્યા “અરે માતા? એ અમરપણાને તે હું શું કરું ?” લક્ષ્મી વગર જગતમાં હું મુએલો છું દારિદ્ર પૂર્ણ એવા અમરપશુને તે હું શી રીતે વ્યતીત કરૂં?
નારાયણ? તારા ભાગ્યમાં લક્ષ્મી નથી તેમાં હું શું કરું? અમે દેવતાઓ પણ જેના ભાગ્યમાં જેટલું હોય તેટલું જ આપવાને શકિતમાન છીએ, ભાગ્યથી અધિક આપવાની તે અમારી શકિત કયાંથી હોય ? છતાં પણ જા? આ ફળના પ્રભાવથી તને કોક ધન મળશે.” દેવીનું વચન સાંભળી નારાયણ પોતાને ઘેર ગયે,
સ્નાન કરી શુદ્ધ થઈ જેવો ફળના ભક્ષણને વિચાર કરે છે, તેવામાં એકાએક વિચાર બદલાયે, “આ ફળ હું