________________
૨૨.
શારદા સાગર
હાથે લખાય. તે કેવા મહાન આત્માઓ થઈ ગયા હશે! સમ્યકત્વ પામ્યા ને તીર્થકર નામ કર્મ પણ બાંધી લીધું. આવતી ચોવીસીમાં તે તીર્થકર બનશે જ્યારે અધ્યયનની શરૂઆત કરાય છે ત્યારે શ્રેણુક રાજા સમ્યકત્વ પામેલા ન હતા. સમ્યકત્વ વગરનું તેમનું જીવન ઝાંખું હતું. બેટરી છે. બલ્બ છે પણ પાવ—અલાસ થઈ ગયું છે. તેથી પ્રકાશ મળતું નથી. એવા બલ્બને કઈ બેટરીમાં રાખે? ફગાવી દે. તે જ રીતે માનવ ભવરૂપી બેટરીમાં સત્ય, નીતિ, સદાચાર, અનુકંપા રૂપી પાવરને પ્રકાશ ન હોય તે શા કામનું?
શ્રેણીક રાજાના જીવનમાં બધા ગુણ હતા. બાળપણથી તેમની બુદ્ધિ તીવ્ર હતી. શ્રેણીક રાજા આદિ ૧૦૦ ભાઈઓ હતા. તેમના પિતાજીનું મન તેમના ઉપર ઠરતું હતું. મારો આ દીકરે બરાબર રાજ્ય સંભાળશે. પણ રાજ્યને એવો નિયમ છે કે પાટવી પુત્રને રાજ્ય મળે. અને શ્રેણક તે નાના હતા. જે તેને રાજ્ય આપે તે મોટી ખટપટ ઊભી થાય. પિતાજીએ તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.
એક વખત ૧૦૦ ભાઈઓને મોટા ઓરડામાં ખાજાના સો (૧૦૦) કડિયા ને પાણીના ૧૦૦ ઘડા મુકાવીને કહ્યું. તમારે એરંડામાં રહેવાનું. ભૂખ લાગે ત્યારે કરંડિયા ખેલવાના નહિ ને ખાવાનું અને પાણીના ઘડાના મોઢા બોલ્યા વગર પાણી પીવાનું. બધાને ઓરડામાં રાખ્યા. બપોરને સમય થયો, કુમાર સુકુમાર છે. ભૂખ લાગી છે પણ પિતાજીએ કરંડિયા ખેલવાની ના પાડી છે, ખાવું કેવી રીતે ? બધા ઉત્પાત કરે છે. પણ શ્રેણીકકુમાર ઠડે કલેજે બેઠે છે. એટલે બધા મોટા ભાઈઓ કહે છે તેને ભૂખ નથી લાગી ? ત્યારે કહે કે ભાઈ ! તમે બધા વડીલ ભાઈઓ જમશે એટલે મારું પેટ ભરાઈ જશે. પણ ભાઈ ખાવું કેવી રીતે ? સમજ પડતી નથી. ત્યારે શ્રેણીક કહે, લે હું તમને ખવડાવું! શ્રેણકે બધા કરંડિયા જોરથી પછાડયા, હલાવ્યા, ખાજા તો પિચા હોય જલ્દી ભાંગી જાય એટલે કરંડિયામાંથી ભૂકો બહાર પડવા લાગ્યો. બધા ભાઈઓને કહે છે ખાવા માંડે. બધાએ પેટ ભરીને ખાધું. આ જીવને અહં ખૂબ નડે છે. શ્રેણીની ક્રિયા જોઈને કહે છે ભાઈ! આ તે બહુ સહેલે ઉપાય છે. સીંદરી બળી જાય પણ તેને વળ ન મૂકે તેમ અભિમાની માણસે પોતાને વટ છોડતા નથી. ત્યારે શ્રેણીક કહે છે ભાઈ! તમે હવે પાણી તમારી જાતે પી લે. અકકલ નથી પણ વટ મૂકાતું નથી. કરંડિયા તે પછાડયા પણ ઘડા કંઈ છેડા પછાડાય છે? ઘડે પછાડે તે ફૂટી જાય ને પાણી જતું રહે. ખૂબ તરસ લાગી છે, આકુળવ્યાકુળ થાય છે પણ આવડત નથી. પાણી કેવી રીતે પીવું? છેવટે શ્રેણીક કહે છે લે ત્યારે હું પાણી પીવડાવું. એમ કહીને મલમલના કકડા પડયા હતા. બધા નવા ઘડા ઝમતા હતા તેના ઉપર કપડા વીંટાળી દીધા. ભીના થયા એટલે નીચવીને પાણી પીવડાવ્યું. ત્યારે બધા ભાઈઓ કહે કે આ તે અમને આવડતું હતું. કે ફરીને એક વખત તેમના પિતાજીએ ૧૦૦ ભાણા પીરસીને ૧૦૦ ભાઈઓને