________________
૨૧.
શારદા સાગર જગ્યા ન મળે. એ યુવાન પરાણે ચઢી તે ગયે. ઘણી વાર ઊભે ને ઊભે રહ્યો. સીટ ઉપર બેઠેલા ભાઈઓને કહે છે, ભાઈ ! સહેજ પગ ઊંચે કરીને મને જગ્યા આપો તે હું બેસી શકું, પણ કોઈ જગ્યા આપતું નથી. યુવાન ખૂબ નમ્ર હતા. બે ત્રણ વખત કહ્યું, કે ભાઈ સહેજ ખસેને, થેડી જગ્યા આપે તે મહાન ઉપકાર. ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, એટલે એક ભાઈએ સહેજ પગ ઊંચે કર્યો એટલે તે ભાઈ પરાણે સંકડાઈને બેઠા. પછી પેલે ભાઈ પૂછે છે તમે ક્યા ગામના છે ? ત્યારે યુવાન કહે હું જામનગરને છું, તમે કોના દીકરા? તે કહે હું મેતીચંદ શેઠને દીકરે. ત્યાં તો પેલો ભાઈ ઊભો થઈને કહે છે તે તે તમે મારા જમાઈરાજ છે. બે-બેસો કરતો તે ભાઈ ઊભો થઈ ગયે. (હસાહસ), ભાઈએ એક જ વખત જમાઈને જોયા હતા તે મુંબઈમાં રહે એટલે રંગઢંગ બદલાઈ ગયા હતા. એટલે સસરાજી ઓળખી ન શકયા. ટૂંકમાં એાળખાણ હોય તે બધે સગવડતા મળી જાય છે પણ એળખાણ ન હોય તે કઈ પૂછતું નથી. જીવે સંસારની ઓળખાણ પીછાણ ઘણુ કરી છે પણ આત્માની પીછાણ નથી કરી.
સંસારમાં તે સ્વાર્થની ઓળખાણ છે. કેઈ વ્યક્તિ શ્રીમંતમાંથી ગરીબ બની જાય તે તેની કેઈ ઓળખાણ રાખતું નથી. ને કેઈ સહકાર આપતું નથી. જ્યારે સંતે પાસે તમે આવશે તે શ્રીમંત પ્રત્યે પણ એ જ ભાવ અને ગરીબ પ્રત્યે પણ એ જ ભાવ કઈ વ્યક્તિ ગરીબમાંથી શ્રીમંત બને છે કે શ્રીમંતમાંથી ગરીભ બને પણ બને અવસ્થામાં સમભાવ રાખે છે. કારણ કે અમારે તે આત્માની સાથે ઓળખાણ કરવી છે.
હવે મૂળ વાત શું છે તે કહું. શ્રેણીક રાજા ઘણુ રનના સ્વામી છે. જડ રત્ન ગમે તેટલા હોય પણ જે આત્માને ઓળખ્યો નથી તે એ બધા રત્ન વ્યર્થ છે. કારણ કે બધા રત્નો મળી શકે છે પણ ધર્મ રૂપી રત્નની પ્રાપ્તિ થવી બહુ મુશ્કેલ છે. એક ધર્મરૂપી રત્ન મળી જાય તે બીજા બધા રને તેની આગળ કંઈ વિસાતમાં નથી. નથી. તમને મેટામાં મેટી મનુષ્ય જન્મની સંપત્તિ મળી છે પણ તેની કિંમત જીવને સમજાઈ નથી. જે મનુષ્ય જન્મની કિંમત સમજતા હો તે એ વિચાર આવે કે મને આ મનુષ્યભવ રૂપી બહુ મૂલ્યવાન રત્નની પ્રાપ્તિ થઈ છે તે હવે કાંકરાને બદલે આ અમૂલ્ય રત્ન આપી દેવાની મૂર્ખતા શા માટે કરુ? જે તમને મનુષ્ય જન્મની કિંમત સમજાઈ હોય તે, એક પણ ક્ષણ નકામી જવા ના દેશે અને ધર્મારાધનામાં સમયને સદુપયોગ કરી આત્માને પવિત્ર બનાવી માનવભવ રૂપી રત્નની કિંમત આંકજે.
શ્રેણીક રાજાને ત્યાં ઘણા રત્નો હતા. તે મગધદેશના અધિપતિ હતા તેથી શાસના પાને તેમનું નામ નથી ગવાયું. પણ એમણે મનુષ્યભવ પામીને સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કરી છે એટલે સર્વજ્ઞ ભગવંતના મુખે તેમનું નામ ગવાયું છે. સર્વજ્ઞ પ્રભુના મુખે જેમની ગુણગાથા ગવાય, ગણધર ભગવંતે ઝીલે, સાધકે સાંભળે ને આચાર્યોના