________________
જાય છે. એને માટે બહારથી સરકારના કરાયેલા કાયદાઓની કોઈ જરૂર નહિ રહે. કારણ કે જ્યારે અંદરની જાગૃતિ આવે છે ત્યારે આત્મા વિચારે છે કે હું સ્વરૂપે પૂર્ણ અને શત હોવા છતાં આ કેવા ધંધા કરી રહ્યો છું. પિતાના ગુન્હાથી પિતાને જ શરમ આવે એવી પરિસ્થિતિ ત્યાં સુધી ન જાગે ત્યાં સુધી બહારના કાયદાઓને શો અર્થ?
ત્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં પડેલો આત્મા બહારથી સાર થવા માટે ફાંફા મારી રહ્યો છે ત્યાં સુધી દુઃખ મટવાનું નથી અને સુખ આવવાનું નથી.
સાંભળે ! બિમાર માણસને સારા કપડાં પહેરાવીને, સારા સેન્ટ છાંટીને, પાવડર ચપીને, તાજો માજે કરીને બેસાડી દેવામાં આવે તે એ તમારા સેન્ટ અને પાવડરની શોભા ક્યાં સુધી રહેવાની બિમારી તે અંદર પડેલી છે. માટે પલટો કોને લાવવાને છે. સમજાય છે ને? અંદરને લાવવાનું છે. જે એકને જાણે છે તે સર્વને જાણી શકે છે. શ્રી આચારંગ સત્રમાં ભગવંતે કહ્યું છે કે – “જો એગં જાણુઈ સ સર્વ જાણુઈ, જે સવું જણાઈ સો એગ જણાઈ” આચારાંગ સૂત્ર.
જે એક સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને યથાર્થ રીતે જાણી લે છે તેને બીજા પદાર્થોનું જ્ઞાન તે સહજ રીતે થઈ જાય છે. પણ આત્મા પિતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી બહારની વસ્તુઓનાં અટવાઈ ગયા છે.
તમે માનતા છે કે હું કેટલે સૌંદર્યવાન છું, પણ બહારના સૌંદર્યની કઈ કિંમત નથી. કારણ કે તે સૌંદર્ય એક દિવસ વિણસી જનાર છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનમાં રાજેમતીનું શરીર કેવું હતું તે બતાવવામાં આવ્યું છે. હીરા અને રનથી પણ અધિક રાજેતીનું શરીર પ્રકાશમાન હતું. વરસાદથી ભીંજાઈ ગયા અને અંધારી ગુફામાં તેઓ ગયા. ગુફામાં કેઈ નથી તેમ માનીને ભીંજાયેલા વસ્ત્રો સૂકવવા વસો ઉતારે છે. એના શરીરનું સૌંદર્ય જોઈ રહનેમી મેહ પામી ગયા. બેલે! એ શરીર કેવું હશે! આવું સુંદર શરીર પ્રાપ્ત થવાં છતાં રાજેમતીએ એ જ વિચાર કર્યો કે આ શરીરને વિશ્વાસ કરવા જેવો નથી. ઉત્તરાધ્યયત સૂત્રના ૧ભા અધ્યયયનમાં કહ્યું છે કે
| “ઈમ સરીર અણિચં, અસુઈ અસુઈ સંભવ છે
અસાસયા વાસમિણું, દુકખ કેસાણ ભાયણું ઉ. અ. ૧૯-૧૩, આ શરીર ગમે તેટલું સુંદર–પ્રકાશમાન હય, છતાં જ્ઞાની તે કહે છે કે, આ તારું પ્રિય શરીર અશુચીમય છે. એટલું જ નહિ પણ તે અશુચીમાંથી જ ઉત્પન્ન થયેલું છે. વળી અશાશ્વત છે. દુઃખ અને કલેશનું ભાજન છે.
આ શરીર છે ત્યાં સુધી જ ઉપાધિ છે. શરીર માંદુ પડે તે દવા ખવડાવે, સારા સારા કપડાંથી શણગારે, સારાં ભેજન આપે, છતાં જેમાં દુર્ગન્ય સિવાય બીજું કાંઈ નથી. આવા શરીરને શો મેહ! આ પુદ્ગલમાં તમે પાગલ બન્યા છે.
-