________________
એક દિવસ સંત પુછે છે, મહારાજા ! તમે સંસ્કૃત કે માગધી ભાષાનું જ્ઞાન મેળવ્યું છે ખરું રાજા કહે છે મને એવું કંઈ જ્ઞાન નથી. સંત તેને ભાષાની મહત્તા સમજાવે છે. એટલે રાજા કહે છે અને હવે ભાષા શીખવાડે. તેથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન રાજાને શીખવાડ્યું. થોડા સમયમાં ઘણું શીખી જાય છે. ત્યારે સંત કહે છે રાજાજી! હવે પેલે લોક લાવે અને તમે જાતે જ તેને અર્થ કરે, તે લોક નીચે પ્રમાણે હતે.
એગે છએ છયા પંચ, પંચ છએ છયા દસ,
સહા છ જિણિત્તાણું, સવ્ય સત્ત જિણમહં . અ. ૨૩-૬ એક આત્માને જીતવાથી પાંચ ઇન્દ્રિયે જીતી શકાય છે, પાંચ ઈન્દ્રિયોને જીતવાથી ચાર કષાય અને મનને જીતી શકાય છે. એ દશને જીત્યા પછી સર્વ શત્રુઓને જીતી શકાય છે.
ભાષાનું જ્ઞાન થતાં રાજાને પિતાને જ સત્ય અર્થ સમજાઈ ગયો. રાજાને ઉઘાડ થઈ ગયે. સદગુરૂ મળ્યા તે સત્ય હકીકત સમજાવી. કુગુરૂના સંગે જ રહ્યો હેત તે સત્યને પામી શકત નહિ.
બંધુઓ! પ્રાકૃત ભાષા શીખવાથી તમારે ઉઘાડ થશે. અને આ જ્ઞાન મેળવવા જેવું છે. સંઘ પણ તમને કેટલી સગવડ આપે છે. સંત-સતીજીઓ તથા ભાવ દીક્ષિત બહેનેને ભણવા માટે કાયમ પંડિતજીની સગવડ આપે છે. આવું સુંદર સ્થાન હોય તે તેને લાભ અવશ્ય ઉઠાવવું જોઈએ.
આ પુયવાન આત્માએ સમૃદ્ધ અને પ્રસિદ્ધ એવી ઈપુકાર નગરીમાં ઉત્પન્ન થશે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૭.
[અષાઢ વદ પાંચમ ને ગુરૂવાર તા. ૨૩-૭-૭૦ ] સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંત જ્ઞાનીના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત મહાનપુરૂષે કહે છે, હે આત્માઓ! તમે ઉત્તર ગુણે વિશે સામાન્ય કંઈ જાણતા હો પણ જ્યાં સુધી મૂળ ગુણે વિષે અજ્ઞાન છે ત્યાં સુધી. તમારી દશા કેવી છે? મૂળને છેડી ડાળને પકડવા જેવ, ડાળો ગમે તેટલી મોટી હોય પણ મૂળની બરાબર ન હોય.
દેવાનુપ્રિયે! આત્માના મૂળ ગુણે જાણવાથી ઉત્તર ગુણે જીવનમાં સહજ રીતે આવતા જાય છે. મૂળ ગુણેને ખ્યાલ આવતાં સત્ય, નીતિ, સદાચાર તે સહજ બની