________________
નાશ થઈ જાય છે. તમે માનતા હો કે લોકોના લેહી ચુસીને ધન કમાઈ લઉં. પછી બે-પાંચ હજાર રૂપિયા ધર્મસ્થાનકમાં આપીશ, બે હજાર પાંજરાપોળમાં આપીશ. અને સંવત્સરીના દિવસે લાંબે અવાજે મિચ્છામિ દુક્કડં કરી દઈશ એટલે પાપકર્મથી છૂટી જઈશ, અહીં તે અટલ ન્યાય છે.
અપ્પા કત્તા વિકત્તા ય દુહાણુ ય સુહાણુ ય ઉ. સૂ. અ. ૨૦ગા. ૩૭ કર્મથી મૂક્ત થવાવાળો પણ આત્મા છે અને કર્મ બાંધવાવાળે પણ આત્મા છે.
પુણવાન ત્યાં વસે છે તે ભૂમિ પણ પવિત્ર હોય છે. તમારી રાજગૃહી જેવી રાજકેટ નગરી કેવી પુણયવાન છે કે અહીં તે સંતે કાયમ માટે બિરાજમાન હોય, પણ દૂર દૂર વિચરતા સંતને પણ વિચાર થાય કે રાજકેટ જઈએ. તમારી નગરી જ પુછયવાન છે. અમે તમને ભાગ્યવાન શાથી કહીએ છીએ? તમારા આંગણામાં ચાર કાર ઉભી છે માટે નહિ. કાળા કરીને કરોડપતિ બન્યા માટે નહિ. એક ઠગનના બાપ બને તેથી નહિ, પણ તમે જે ધર્મારાધના કરે છે, તમારી નગરીમાં સતેને સદા જોગ હોય છે, તેથી તમને અમે પુરયવાન કહીએ છીએ. જે નગરી ધન-વેપાર ને વૈભવથી છલકાતી હોય, દેવલેક જેવી રમણીય દેખાતી હોય પણ જે નગરીમાં સંતોનું આવાગમન થતું નથી, ધર્મનું જ્યાં નામ-નિશાન હોતું નથી તે નગરીના શાસ્ત્રમાં વખાણ કરવામાં આવ્યા નથી.
પૂર્વના પુણયથી સંપત્તિ મળી છે. જેના આંગણે સુખને સાગર છલકાઈ રહ્યો છે. પણ જે ઘરના માણસોને આંગણે સંત આવે તે પધારે કહી આદરમાન દેતા આવડતું નથી, પગે લાગવાની ખબર પડતી નથી, આહાર-પાણી વહેરાવવામાં સમજતા નથી તેઓ પૂર્વના પુણયને ધુમાડો કરી રહ્યાં છે અને સંસારની વૃદ્ધિ કરે છે. આવા માનવેના જ્ઞાનીઓ વખાણ કરતા નથી.
હમણાં કાંતિભાઈએ પ્રાકૃત-અર્ધમાગધી માટે વર્ગ ખેલવાની જાહેરાત કરી. મોહનભાઈને પણ એ બાબતમાં ખૂબ રસ છે. અને અર્ધમાગધી ભાષા શીખવા જેવી છે, કારણ કે તીર્થકર ભગવંતે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપતા હતા. બાર પ્રકારની પ્રખદાના જ તીર્થકર પ્રભુના અતિશયના બળથી સો પિતાની ભાષામાં સહેલાઈથી સમજતા હતા.
આપણું આગમો પણ અર્ધમાગધી ભાષામાં જ લખાયેલા છે. જે સિદ્ધાંતનું વાંચન હોય અને સાથે અર્ધમાગધીનું જ્ઞાન નહિ હોય તે તમને કઈ કઈ સમજાવી જશે, તે તમે માની લેશો, પણ જે ભાષાનું જ્ઞાન હશે, તે તમે આપમેળે સત્ય હકીક્ત સમજી શકશે. સાથે કર્યો શબ્દ કયા ધાતુમાંથી બન્યા છે, કઈ વિભક્તિ છે, કહ્યું વચન છે, આ સમજાશે તે અર્થની ધારણા જતી થઈ જશે. ગોખવું પણ નહિ પડે અને સત્ય સમજ્યા હશે તે તમને કે હું સમજાવશે તે તમે સમજશે નહિ.