________________
ર૭
અષાઢ ચાતુ માસિક વ્યાખ્યાન યથાયોગ્ય સંભવ ન થાય તે કાર્તિક અને ફાળુનના ચોમાસાં વ્યર્થ જ જાય, અને તેથી આષાઢની માસીને જ લોકેએ ચોમાસા' તરીકે ગણી, અને તે જે કારણુથી લૌકિકદષ્ટિની પ્રધાનતાએ વ્યવહાર કરવાવાળા લોકોમાં આષાઢ મહિનાનો પણ ચોમાસું બેસવાને નિયમ ન રાખતાં જેડ મહિને પણ વરસાદની શરૂઆત થાય તો માસું બેઠું, એમ વરસાદની અપેક્ષાઓ કહે છે, પણ લેકોત્તરદૃષ્ટિની અપેક્ષાએ વિચાર કરીએ તો કાર્તિક મહિનાથી માંડીને આષાઢ મહિના સુધીના આઠ મહિના સમયમાં મુનિઓને એકેક મહિને રહેવાનું હોય છે.
- સાધુ મહાત્માઓને મડિનાથી અધિક રહેવાને એ કઈ પણ વખત હોય અને તેને લીધે શ્રમણોપાસક વર્ગને ગુરુમહારાજની લાગલગાટ ચાર માસ સુધી પર્યું પાસના સેવા કરવાનું અને જિનેશ્વર મહારાજના વચનરૂપી અમૃતનું લાગલગાટ ચાર માસ સુધી પાન કરવાનું બની શકતું હોય તો તે ફકત આષાઢ માસીમાં જ બની. શકે છે, કેમકે શાસ્ત્રકારે કાર્તિક વગેરે આઠ મહિનામાં વગર કારણે મહિનાથી અધિક રહેવાની મનાઈ કરી છે, પણ આષાઢ માસીના ચાર માસમાં વગર કારણે વિહારની જ મનાઈ કરેલી છે.
આ ઉપરથી લકત્તરદષ્ટિને ધારવાવાળા જૈને આપાઢ મહિનાથી શરૂ થતા ચોમાસાને “માસા તરીકે વ્યવહાર કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પણ આ ઉપરથી અષાઢ ચાતુર્માસ કરનારા સાધુમહાત્માઓએ તે તે આષાઢ ચોમાસાના ક્ષેત્રોમાં વસ્ત્ર, પાત્ર, કંબલ પુસ્તક, પંડિત વગેરેના ખર્ચેથી ક્ષેત્રને નવવા જેવું નહિ કરતાં ખરેખર ચેમાસાના લાગલગાટ ચાર માસ સુધી શ્રોતા અને શ્રદ્ધાળુ શ્રમણોપાસક વર્ગને ત્રિલેકનાથ તીર્થંકરપ્રભુના વચનામૃતનું પાન અખંડ રીતે કરાવવું જોઈએ.
ધ્યાન રાખવાની જરૂર છે કે આષાઢ ચાતુર્માસ સિવાયના વખતમાં સાધુમહાત્માને લાંબો સમાગમ ન હોવાથી જ તે શ્રદ્ધાળુ શ્રોતા એવા શ્રમણોપાસક-શ્રાવક વર્ગને પ્રકરણોના અભ્યાસનું અને સૂત્રોના રહસ્યને સાંભળવાનું બરાબર મળી શકે નહિ, તેમ બની પણ શકે નહિ, પણ ચોમાસાના લાંબા ટાઈમમાં શ્રદ્ધાળુ અને શ્રોતા એવા શ્રમણોપાસક વર્ગને મેક્ષના મુખ્યસાધનભૂત સામાયિક, પ્રતિક્રમણ પૌષધની ક્રિયામાં જોડવા