________________
અાઈ વ્યાખ્યાન
૧૯ આતે મારી રૈયત માટે જ આપે માગ્યું ! આપ હજી કંઈ માગે ! !” પાદશાહની પ્રાર્થનાથી ઉપાધ્યાયજીએ માંગ્યું: “બાદશા ! તેં શિકાર તે બંધ કર્યો પણ એક ભયંકર કૃત્ય બંધ કર એવી અમારી ઈચ્છા છે. ચકલાની સવા શેર જીભને રેજને તારે ખેરાક તજી દે! (વિચારે સવાશેર જીભ કરવામાં કેટલાં ચકલાં મરાતાં હશે! માંસાહારને આવે જિલ્ડાને સ્વાદ ઉપાધ્યાયજી એકદમ છોડાવે છે.) તથા શત્રુંજયના યાત્રિક પાસેથી લેવામાં આવતે વેરે જાતે કર ! (સિદ્ધગિરિની યાત્રા કરવા જતાં સેનૈયાને કર હતું તે બંધ કરાવ્યો) તથા તારા આખા રાજ્યમાં છ માસ અમારિ પડન્ડ વગાડવાપૂર્વક અમારિનું પાલન કરાવ અમારિ પળાય તેવો પ્રબંધ કર ! શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ બાર દિવસ પળાવ્યા, વાચકજીએ છ માસ ! અમારિના છ માસ.
બાદશાહે તરત બધું કબૂલ્યું. હવે છ માસ કયા તે ગણાવે છે. કયા છ માસ એ પ્રશ્ન સાથે જ ઉપાધ્યાયજીએ આરંભમાં જ કહ્યું “શાહ! પ્રથમ તે તમારા જન્મ માસ!” દેખાય પણ સારું અને અર્થ પણ સરે. હવે ગણુના આગળ ચાલી. બાદશાહને જન્મમાસ, પર્યુષણપર્વ સંબંધી બાર દિવસ, (એ દિવસે તે પ્રથમ અપાયેલા જ હતા પણ એને અહીં ફરી પાકા કરવામાં આવ્યા), બધા રવિવાર, તમામ સંક્રાંતિના દિવસે, નવરોજને મહિનો, ઈદને તમામ દિવસે, મહોરમના તમામ દિવસે અને સફીયાનના દિવસો. એ રીતે કુલ છ માસ અમારિપાલન માટે નકકી કરવામાં આવ્યા.
બાદશાહે તરત ફરમાનપત્રો આપ્યાં. તે લઈને ઉપાધ્યાય શ્રી શાતિચંદ્રજી ગુરુ મહારાજા શ્રી હરવિજયસૂરિજીને સેપે છે.
ગુરુ કરતાં ચેલા વધ્યા ! શાંતિચંદ્રજી ઉપાધ્યાયે કેટલી હદે શાસનપ્રભાવના કરી ! આ સાંભળીને પ્રથમ કર્તવ્ય અમારિ પાલન કરવા કરાવવાને અંગે, અમારિ ઉઘોષણા એ દરેક શ્રાવક સંઘ માટે પર્યુષણમાં પ્રથમ આવશ્યક કૃત્ય છે. અમારિ પડહે.
(આ જગ્યાએ અમારિ પડહને પ્રસંગ હોવાથી શાસ્ત્રના પાઠ આપવાપૂર્વક તે જણાવીએ છીએ.)