________________
૧૩૦
પર્વ મહિમા દર્શન અમારિ પડવાથી નરકનિવારણ.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ટિપર્વમાં ભગવાન મહાવીર મહારાજાના ચરિત્રમાં આગળ વર્ણન કરતાં જણાવી ગયા કે શ્રેણિક મહારાજે નરકે નહિ જવા માટે ઉપાય પૂછતાં ભગવાને આ પ્રમાણે પણ જણાવ્યું કે “હે શ્રેણિક ! કાળિયે કસાઈ જે કસાઈખાનું મૂકી દે તે તારી નરકથી મુક્તિ થાય, જે તેમ ન થાય તે તારી નરકથી મુક્તિ ન થાય.” શ્રેણિકને ઉદ્યમ.
कालसौकरिकेणाय सूना मोचयसे यदि । तदा ते नरकान्मोक्षो राजञ्जायेत नान्यथा ॥ (त्रि० प० १० सर्ग ९ श्लो० १४५)
આ સાંભળીને શ્રેણિક મહારાજ બેસી ન રહ્યા, પરંતુ તે કરવાનો ઉદ્યમ કર્યો. કાળિયા કસાઈ પાસે ગયા અને શ્રેણિક રાજાએ કહ્યું કે “જો તું કસ ઈબાનું છેડી દે (જીવોને મારવું બંધ કરે) તે હું તને ઘણું દ્રવ્ય આપું, કારણકે અર્થના લેભથી તું કસાઈ છે.” આ કહેવાથી શ્રેણિક મહારાજાએ દ્રવ્યથી પણ કસાઈખાનું બંધ કરાવવું એ શ્રેયસ્કર છે એમ માન્યું અથવા રાજસત્તાના જોરે અને પૈસાના જોરે પણ કસાઈખાનું રદ કરાવવું જોઈએ તેથી શ્રેણિક મહારાજાએ તે ઉદ્યમ કર્યો, પરંતુ કાળિયે કસાઈ તે બે કે “કસાઈખાનામાં શું દોષ છે? કારણ કે જેનાથી મનુષ્ય જીવે છે તે કારણથી તેને હું કઈ દિવસ છોડવાને નથી.” એમ તે બે ત્યારે શ્રેણિક મહારાજે કંઈ રીતે પણ કસાઈખાનું રોકવા માટે વિચાર્યું કે “અંધારાકૂવાની અંદર તે કસાઈપણું કેવી રીતે કરી શકશે ?” એમ વિચારી અંધારાકૂવામાં લટકાવીને રાતદિવસ તેને ત્યાં રાખે.” कालसौकरिकोऽप्यूचे, राज्ञा सूनां विमुश्च यत् । दास्येऽर्थ बहुमर्थस्य, लोभाचमसि शौनिकः ॥१६१ ॥ सूनायां ननु को दोषो, यया जीवन्ति मानवाः। तां न जातु त्यजामीति कालसौकरिके।ऽवदत् ॥ १६२ ॥
सूनाव्यापारमेषोऽत्र, करिष्यति कथं न्विति ।