________________
શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન
ધારણથી પ્રવર્તે તે ખરૂં ફળ મળે (જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ) આ ચાર ગુણની ધારણાથી સેવા, પૂજા, ધ્યાન. જાપ અને ભકિત કરીએ, તે બધામાં એક ધ્યેય હોવું જોઈએ, અન્ય ફળની ધારણ ઈચ્છા હશે તે ફળીભૂત થશે, પણ તત્ત્વથી આરાધન થયું ગણાશે નહિ. શરીરાદિ વિષય કષાય એમણે છેડેલાની ધારણા રાખવી કે તેમણે આદરેલી વસ્તુની ધારણાએ સેવાદિ કરવા ? જેની પાસે જે ચીજ હોય તે ચીજ મેળવવા મુખ્યતાએ આરાધના હેય. હવે પંચ પરમેષ્ઠિ પાસે કઈ ચીજ મંગાય ? ચાર ચીજો છેઃ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તેમની આરાધના ચાર ગુણ મેળવવા માટે હેય. પરમેષ્ઠિપદેની આરાધનામાં ધ્યેય ગુણપ્રાપ્તિનું રાખવું.
પરમેષ્ઠિના પદોમાં ફરક છતાં આરાધકના ધ્યેયમાં ફરક નહીં, અરિહંતને આરાધીએ તે પણ સમ્યક્ત્વાદિકને અંગે, સિદ્ધાદિકને આરાધીએ તે પણ તે જ માટે. જે ક્ષાયિક સમ્યક્ત્વાદિક થઈ જાય તે આરાધનાને સવાલ રહેતું નથી. સિદ્ધ થયા પછી સાધનની જરૂર ન રહે. ચૂલો સળગાવવા માથાકૂટ કરનારી સ્ત્રી રસોઈ થયા પછી ચૂલે એલાવવા તૈયાર થાય છે. સાધ્યની સિદ્ધિ થયા પછી સાધનને સંઘરવાનું હેતું નથી. સમ્યદર્શન–જ્ઞાન–ચારિત્ર–તપને માટે જ આરાધના. જગતમાં જેમ જેમ લાભ મેળવતે જાય તેમ તેમ વેપારમાં વધતું જાય. અહીં જેમ જેમ ગુણે વધતા જાય, તેમ તેમ આરાધના વધે. જેને વેપારમાં લાભ મળે તે લક્ષમીને અથ હોય તે મહેનત કરવામાં ખામી ન રાખે. અહીં સમ્યગ દર્શનાદિ મેળવતો જાય તેમ આરાધનામાં વધતો જાય. પરમેષ્ઠિના ગુણ દ્વારા ગુણ મેળવવા માટે તેમની આરાધના. પંચપરમેષ્ઠિ સાથે ચાર ગુણપદ કહ્યા, તેમાં સમ્યગ્ગદર્શન અને જ્ઞાનની વાત જણાવી ગયા. ચારિત્ર-વિરતિ માટે જ્ઞાન સાધન રૂપ છે.
માને, સમજે છતાં કરે નહિ તેનું શું થાય? સમીરબાઈ રાણીએ રાજ્યની વ્યવસ્થા પહેલેથી ગોઠવેલી હતી. તેને ચર પુરુષે ખબર આપી કે ફલાણા રાજા હલે કરવાની તૈયારી કરે છે, તે જાણ્યું. લશ્કર તૈયાર થયું છે તે જાણ્યું, શત્રુનું લશ્કર નીકળ્યું તે જાયું. અર્ધી રાતે આપણી સરહદ ઓળંગી અને અર્થે દેશ લીધે કિલ્લા આગળ આવ્યું.