________________
શ્રી તપપદ વ્યાખ્યાન
૭૫,
ખ્યાનારને ક્ષય તે ચારિત્ર ન હોત તો પ્રત્યાખ્યાનવરશું ન કહી શકત. તપસ્યા કર્મો ક્ષય કરવા માટે જબરજસ્ત સાધન છે. ચારિત્ર અને તપસ્યા જુદી છે.
ચારિત્ર કર્મ બંધને રેકે. તપ જેમ શરીરની અંદરનો વિકાસ સુધારે તે અંધકનું કામ, તેમ આત્માના કર્મવિકારે સુધારવા તે તપસ્યાનું કામ. અહીં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણને ઉત્પન્ન કરાવનાર– ટકાવનાર, વધારનાર, પ્રકર્ષ કરાવનાર તપ છે. આ જ વાત લક્ષ્યમાં રાખશે તે, આપણે કંઈક વિદ્વાન બન્યા. પોથાં ઉકેલતાં શીખ્યા તે સંતેષ માની લઈએ છીએ, કે સ્વાધ્યાય પણ અત્યંતર તપ છે, તે ભગવાન મહાવીર સરખા તીર્થકર જે સમ્યક્ત્વના ધણું નિરતિચાર ચારિત્રવાળા, ચાર જ્ઞાનના માલિક છતાં તે બાહ્ય તપમાં કેમ પ્રત્ય?
આપણે વિનય વૈયાવચ્ચ કરીએ તે, બે ઘડી સામાયિક પૂજા કરીએ તે સંત. આ અવિરતિની હુંડી પાકેલી હુંડી છે. ચારિત્રની મિલકત પહેલી આવે પછી અંદરના કર્મો મુદતની હુંડી છે. કેટલાંક કમો ભેગવવા ન પણ પડે. તીર્થકરે ચાર જ્ઞાની, શુદ્ધ સમ્યક્ત્વવાળા નિરતિચાર ચા રત્રવાળા તપસ્યાની જરૂર ગણતા હતા. એ સમજતા હતા કે આ બધે બહારને સુધારો છે. અંદરનો સુધારે ન થાય તે લાંબે કાળ આ સુધારો ટકવાનો નથી. પણ જેને હંમેશાં પઢી ટકાવી રાખવી હોય તેણે મુદતની હુંડીની સવડ રાખવી પડે. તે સમ્યગુદર્શનાદિ એ પાકેલી હુંડીની સવડ કરવાની પણ મુદતની હુંડી વટાવવા માટે તપની પેઢી ખેલવી પડશે. આપણને ૧-૨ ઉપવાસ કરતાં આમ થાય છે, તે છે મહિના સુધી ઉપવાસ કરતાં સુધાવેદની કે તૈજસ્ નામકર્મ ઉદયમાં ન હતું તેમ નષ્ઠિ, ઉપસર્ગો તેમને દુઃખ દેતા ન હતા ? લેઢા કે લાકડા ઉપર ઘા પડતા ન હતા, તેમના શરીરે તરસ ટાઢ-તડકે, દેવતાઈ ઉપસર્ગ પરિષહ કેમ સહન કર્યા હશે ? જેને દેખાવ રાખવો હોય તેને ચાલે, પણ શાહુકારી રાખવી હોય તેને મુદતની હુંડી બધી ધ્યાનમાં લઈ નાણાં ચૂકવવાની સવડ કરવી પડે. તે તેવી હુંડી કેવળ તપ છે. કર્યસંગ્રામમાં મોરચે માંડનાર હોય તે તપ છે.
તપ સિવાય નથી કર્મયુદ્ધની શરૂઆત કે સમાપ્તિ. મેખરે પણ એ અને પાછળ પણ એ. સમ્યગુદર્શનાદિ મોખરે કે પુંઠમાં