Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 572
________________ શ્રી તપપદ વ્યાખ્યાન તે એક મટે ને બીજું થાય. બીજું મટે ને ત્રીજું થાય. તેમ આ વિરતિથી અવિતિના ગૂમડાં ભલે મટાડે, પણ અવિરતિના કારણ રૂપ જે આત્માને વિકાર તે વિકાર નાશ ન કરે તો વિરતિ આવી પણ પાછી અવિરતિ ઊભી રહે. વિરતિ મલમપટ્ટો છે. કઠાની નિર્મળતા નથી. લોહી અને કઠે ન સુધરે ત્યાં સુધી એક મટે ને અનેક થાય. તેમ અહીં વિરતિ કરીએ, નિયમ કરીએ, ધરાધર ચારિત્ર લઈએ છતાં અંદરને વિકાર, આત્માનો કર્મ વિકાર ન મટે તે પાછા પછડાઈ પડે. ૧૧મે ગુણઠાણે પહોંચેલા એવા મહાપુરુષો પછડાઈને પહેલે ગુણઠાણે આવે છે. ૧૧મે ગુણસ્થાને વિરતિમાં કંઈ ઓછાશ છે? જ્યાં યથાખ્યાત ચારિત્ર છે, તે નીચે પછડાય તે પહેલા ગુણઠાણા સુધી આવી જાય તેમાં કને ગુને? અંદરના વિકારનો. જે પાણીમાં કચરો નીચે રખાય તે તે પાણી મેલું થાય. કચરે કાઢી નાખ્યો હોય તે એવું ન થાય. સત્તામાં રહેલા કર્મ આત્માને મેલે કરે. આથી પહેલું સાધ્યબિન્દુ કર્યું હોવું જોઈએ? કઠો સુધારી લેવાય પછી મલમપટ્ટો ફેર ન કરવું પડે. ચારિત્રમલમપટ્ટો છે. અંદરના વિકાર ન જાય ત્યાં સુધી મોક્ષ થતું નથી. બાહ્મચારિત્રના વર્તાવમાં ૧૧-૧૨૧૩માં ગુણઠાણાનું એક જ સંયમસ્થાન. જે સંયમસ્થાન એક જ છે, તે એક સીધા મોશે પહોંચે ને એક કામ પડે તે અર્ધપુદ્ગુલ રખડી જય. અગિયારમાં ગુણ સ્થાનકવાળાએ માત્ર મલમપટ્ટો કરી ઉપરનું સારું કર્યું છે, પણ અંદરને વિકાર એમને એમ છે. બારમાવાળાએ ઉપરનું ને અંદરનું સાફ કર્યું છે. અગિયારમાવાળાને સત્તામાં હજુ કર્મને વિકાર રહે છે. બંધ, ઉદય કે સત્તામાં હવે બારમાવાળાને કર્મવિકાર નથી. લેહી મૂળમાંથી સુધર્યું તે હવે ગૂમડું નહિ જ થાય. ગૂમડું રૂઝાવા માત્રથી સર્ટિફિકેટ નહીં. આત્મામાંથી કમેકચરે સર્વથા નીકળી જાય પછી ત્યાંથી પડવાનું નહિ. અગિયારમે જાય તે અવિરતિના ગૂમડાં ન થવાનું સર્ટિફિકેટ મળતું નથી. બારમે જાય તે અવિરતિના ગૂમડાં નહિ જ થાય. જે અંદરને સુધારો થયે તે સર્ટિફિકેટ. એકલા વર્તનના સુધારામાં સર્ટિફિકેટ ન મળે. લેહી સુધારવાવાળાએ બહારનું ગૂમડું સુધારવું જ પડે, અંદર લેહીવિકાર ન હોય અને બહાર ગૂમડાં હેય તેમ ન બને. બહારનાં ગૂમડાંને મલમપટ્ટો રૂઝાવે, અંદરના વિકારને

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580