________________
શ્રી તપપદ વ્યાખ્યાન
૭૧
પચ્ચક્ખાણ ગૂમડાં લાગે છે. કેટલાકને હજુ ચારિત્રનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું નથી, નહીંતર અવિરતિના જેટલાં ગુમડાં તેટલા ચારિત્રનાં રૂઝણાં. આપણે હજુ શ્રદ્ધાવળા ન કહેવાઈએ. જેટલા વ્રત નિયમ એ બધા મારા ગૂમડાંના રૂઝણાં છે. ચમત્કાર ભય-દુખ ગૂમડાને અંગે થાય છે, રૂઝાય ત્યારે આનંદ થાય કે ભય થાય છે? વ્રત નિયમ આપણને આનંદ ઉત્પન્ન કરે છે? અવિરતિ છોડવી પડે છે તે કેવી આકરી પડે છે? પ્રત્યાખ્યાનાવરણીને ઉદય હાય આપ અપ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય, તેથી ત્રત લેવાં આકરાં પડે છે, પણ લીધા પછી આનંદ કેમ નથી આવતે? વત પચ્ચક્ખાણ સારાં માને, છતાં આસકિત ખેંચી જાય, પણ નિયમ લીધા પછી કેમ આનંદ નથી થતું? ગૂમડું રૂઝાયું ને જે આનંદ થાય છે તે આનંદ વ્રતમાં કેમ નથી થતું? હજુ અવિરતિ તેવા ગૂમડાંરૂપે આત્મામાં ઉતરી નથી. નહીંતર વિરતિ પ્રાપ્તિ વખતે તે આનંદ કેમ ન થાય? ના છોક ગૂમડું મટયાના આનંદને સમજાતું નથી. બળાત્કારથી દીક્ષા
પુરહિતપુત્ર અને રાજપુત્ર તેફાની છે. સાધુઓને હેરાન પરેશાન કરે છે. તે વાતની એક વખતના ત્યાંના રાજા હતા, તેઓ મુનિ થયેલા હતા, તેમને ખબર પડી. વિહાર કરી તે ગામ જઈ રાજાના મહેલે પહોંચી મોટા શબ્દથી ધર્મલાભ આપે. એટલે રાજપુત્ર કહે છે કે ઠીક થયું. “નાચતાં આવડે છે ?”
હા. હેલ બરાબર બજાવે તે.
પછી ઢોલ બરાબર ન વગાડતાં હોવાથી મુનિએ બંને કુંવરના અંગે ઉતાર્યા. અંગ ઉતાર્યા પછી મુનિ શહેર બહાર જઈને બેઠા. રાજાને માલુમ પડયું કે કુંવરના હાડકાં ખસેડી નાખ્યાં છે. ઉપાશ્રયે અને સર્વત્ર મુનીની તપાસ કરાવી. સાધુપણું પરાણે પહેલાં દીધું, પછી અંગ ઠેકાણે આણ્યા. આના કરતાં બીજે બળાત્કાર કે હોય ? પાત્રને દેખીને બળાત્કારે પણ દીક્ષા અપાય છે. રેગીને રેગ મટાડવા પરાણે પણ ડેકટરે હિતબુદ્ધિથી ઓપરેશન કરી રૂઝ લાવે છે. પ્રથમ ઉપદેશથી પરિણામ કરાવીને પ્રતિજ્ઞા દેવી, અવિરતિ ટાળી વિરતિ અંગીકાર કરે