________________
શ્રી તપપદ વ્યાખ્યાન
૬૯ વચનથી ન સમજી શકે તેવાઓને કાન્તાસંમિત વચનથી સમજાવવા જોઈએ. એ નીતિ અનુસરીને વિધિ, હેતુ, યુક્તિ માત્રથી ન સમજે તેવાને ચરિતાનુવાદે કરી પણ સમજાવવા જોઈએ. આથી ચરિતાનુવાદ કેવળ વિધિ અને હેતુવાદને નહિ સમજનારા માટે છે. જેઓ વિધિવાદને હેતુવાદને બરાબર ન સમજે, તેવાને ચરિતાનુવાદથી પણ સમજાવવા. અબોધ સમજાવવા માટે ચરિતાનુવાદ કહેવાય તે “ઘ ના ' આદિધાર્મિકને માટે ધર્મકથાનુગ રહે.
શાસ્ત્રકારે આગળ વધીને જણાવે છે કે શ્રદ્ધાનુસારી જે હોય, વિધિવાદથી સમજનારો હોય, તર્કનુસારી-હેતુથી સમજનારો હોય, તેઓને પણ પ્રતીતિ કરાવવા માટે ચરિતાનુગ જરુરી છે, ચરણકરણનું
ગમાં પ્રયત્નવાળે દ્રવ્યાનુયોગમાં સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હોય, તેને પણ દઢતા માટે ચરિતાનુગની જરૂર છે. આ હિસાબે ધર્મકથાનુયોગની જરુર. પણ શાસ્ત્રકારે કહે છે કે ચાહે તે અનુગ હેય પણ ફળ કઈ જગ્યાએ માને ? પરમશુશ્રષા હોય ત્યાં. સમકિતને જાણવા માટે ત્રણ લિગે.
સમ્યગૂ દષ્ટિનું લક્ષણ બતાવતાં પ્રથમ લક્ષણ શુશ્રુષા જણાવે છે. ધર્મરાગ અને ગુરુ ઉપર ભક્તિ, ગુરુ અને દેવની વૈયાવચ્ચ, આ ત્રણ સમ્યગ્ગદશનીનાં ચિહ્ન, શાદિક સભ્યદર્શનનાં ચિહ્નો છે. અધમીમાં સમક્તિ માની ભક્તિ કરી તે સમ્યકત્વ જાય. એટલા માટે સમ્યગદર્શનના લક્ષણ છતાં સમ્યગૃષ્ટિનાં લક્ષણ કહ્યાં. આ ત્રણ ચીજ દેખે તેમાં અશ્રદ્ધા ન લાગે તે તે અંતરથી મિથ્યાત્વી હે તે પણ તમે નિર્દોષ છો. આ ચિન્હ દેખો ને વિરુદ્ધ ચિન્ડ ન દેખો તે તે મિથ્યાદષ્ટિ હોય તે પણ તમારા સમ્યકૃત્વને કેઈ જાતની અડચણ નથી. એક મનુષ્ય અશ્રદ્ધાવાળો હોય તેને શ્રદ્ધાવાળાનાં ચિન્હ દેખીને ભક્તિ કરે તે અડચણ નથી. શુશ્રષા જિનેશ્વર મહારાજનાં વચને દેવતાઈ ગીત માફક પરમ આલ્હાદથી સાંભળે. તે સાંભળી આનંદ થાય. ધર્મના કેઈપણ કાર્યમાં રાગ કરે અને ગુરુ તથા દેવના કામની અંદર વિદ્યાસાધક માફક નિયમિતપણું. ત્રણ આ વસ્તુ જે આત્મામાં હોય તેને સમ્યગદષ્ટિ માને. સાધમિક ગણી તેની ભકિત કરે તે તમારા આત્માને નુકશાન નથી.