________________
૮૦
પર્વ મહિમા દર્શન મેલે વહેતે, બે કલાક થાય, એટલે ખાવા આપ! પરિણામ પલટયા, રીસ મટી ગઈ, જે તપસ્યાથી શરીરને ન કેળવે, ભૂખ-તરસ, ટાઢ, તાપ વેઠવાથી કેળવે નહિ તેવાઓ જે મનની વાતો કરે તે રદ બાતલ છે. કેળવાએલું શરીર હોય તે જ સહન કરે ને મનની આડું ન આવે, શરીર ન કેળવ્યું હોય ત્યાં શી રીતે ચાલે ? ટાઢ, તડકે, ભૂખ, કુદરતી આવી. પડેલ દુઃખ છે, તેમાં મન સ્થિર રાખતા નથી શીખવુ. કુદરતીમાં મન નહિ કેળવે તે કેઈએ દીધેલા દુઃખમાં મન શી રીતે કેળવશે ?
ગજસુકુમાળે સસરાને દુઃખ દેવા બોલાવ્યો ન હતો. દીધેલું દુઃખ છે. હાથી પાછળ છોકરા ગાંડા કહેતા એકઠા થાય છે, કૂતરા ભસે તે જેવા માટે પણ ડોક ફેરવતે નથી, તેમ આત્માના પરિણામ દુઃખ વખતે ડેક કે ચહેરે પણ ન ફરે. માથા પર ધગધગતા અંગારા વખતે. મન ન ચમકે તેવી જુઠી કલપના તો કરો ! જ્યાં જુઠી કલ્પનામાં ગભરાઈ જવાય છે, પ્રજી જવાય ત્યાં સાચા બનાવ વખતે શું થશે? સામાન્ય અવાજથી ઘેડો ભડકે તે તેપ વખતે શું કરે? તેમનું વાહન ન બની શકે, જે ઘેડાને તેમનું વાહન બનાવવું હોય તેને સેંકડો વખત જઠા તોપના ભડાકા કરી રઢ કર જોઈએ. બાહ્ય તપથી આત્મા રીઢ ન કરીએ તે આગળ ઉપસર્ગ વખતે સ્થિર નહિં રહી શકીએ.
પરિણામમાં ઊંચા ચઢે તે વખતે હાથીવત્ ડેક પણ ફેરવાય નહિ. બાહ્ય તપ તૈયારી કરનાર, અત્યંતર તપ કાર્ય કરનાર, જેને કાર્ય સાધવું હોય કમને નાશ કરે છે, તેવાને બાહ્ય ને અત્યંતર બંને પ્રકારના તપ જોઈશે. વીરમતી રાણી હતી, છતાં તપપદની અપૂર્વ આરાધના કરી. ઝાડ ઉગવાથી ફળ જણાય, તેથી બીજ ગણાય. કલ્પવૃક્ષનું બીજ નાનું હોય તેથી ઉગેલું સર્વ ઈષ્ટ સિદ્ધ કરી દે. વીરમતિએ તપપદ એવું એવું આરાધ્યું કે દમયન્તિના ભવમાં તપ ફયું. કપાળમાં, તિલક સૂર્ય જેવું ઝળહળે, ઘોર અંધારામાં પણ તિલક ઝળહળે. મહાકચ્છમાં સતીપણું ટકાવ્યું ને પ્રભાવવાળી થઈ. ચમત્કારનું મૂળ હોય તો તપદનું આરાધન. એવી રીતે તપનું આરાધન કર્યું કે દમયાન્તના ભવમાં પ્રભાવવાળી થઈ.
આ સમજી જે કઈ નવપદ આરાધે તે આ ભવ પરભવને વિષે - કલ્યાણ માંગલિકમાલાને પામી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
ઈતિ નવપદ વ્યાખ્યાન સમાપ્ત.