________________
૭૮
પર્વ મહિમા દર્શન પણ દુર્ભેદ અશુભ કર્મ છે, સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્ર એ બધાં કમ આગળ રાંક તેરી ગૌઆ જેવા છે. જ્ઞાન તે પણ “તેરી ગૌઆ ચારિત્ર પણ “તેરી ગૌઆ પણ ઊભે રહે તે કહેવાની તાકાત તપમાં છે. દુષ્ટમાં દુષ્ટ કર્મો અને તે પણ દુર્ભે, તે પણ જથ્થાબંધ હોય તે બધાને ક્ષણમાં નાશ કરી નાખે તે તાકાત તપમાં છે તપ જુદું પાડીએ ત્યારે સર્વઆશ્રવરૂપ ચારિત્ર ન લેવાનું, એટલે પાંચ આશ્રવ ધરૂપ ચારિત્ર છે. ચારિત્રમાં નિકાચિતકર્મક્ષય કરવાની તાકાત નથી સમ્યગદર્શન જ્ઞાન કે ચારિત્રમાં જે તાકાત નથી, તે તાકાત તપમાં છે. તપને નવપદમાં છેલ્લું કેમ ગોઠવ્યું? - જે આટલું પ્રબળ તપ છે તે છેલ્લે ખૂણામાં કેમ નાંખ્યું ? એક જ કારણ છે, તપનું સાચું શરીર, જ્ઞાન-દર્શનચારિત્ર એ ત્રણના શરીર બંધાયા પછી જ તપનું શરીર બંધાય, એટલા માટે તેને છેલ્લું નાખ્યું છે. સરદાર ક્યારે તરવાર પહેરી બહાર નીકળે? લશ્કર બહાર તૈયાર થઈ નીકળે ત્યારે. ધાનતપમાં એ તાકાત છે કે એક આત્મામાં આખી દુનિયાનાં બધાં કર્મ પાપરૂપ થઈ જાય, બધી કર્મ વગણા નિકાચિત થઈ જાય તો પણ ધાનાગ્નિ ભમીભૂત કરી નાખે. તપની તરવારમાં એવું સામર્થ્ય છે કે આખા જગતનાં તમામ કર્મો પાપરૂપ નિકાચિત થઈ જાય, તે પણ બેઘડીમાં સમગ્રકર્મને કાપીને ફેંકી દે. આ જોર તપનું છે દાવાનળ સળગાવ્યું પણ રાયણ કે સાગ ગમે તે આવે તેને બાળી નાખે છે. તરવાનું સામર્થ્ય અંત– મુહૂર્તમાં સર્વ કર્મ સાફ કરી નાખે તે તાકાત તપમાં છે. ધર્યું તેનું ધૂળમાં ન ઉડી જાય માટે સાવચેતી
એવું તપ છતાં તરવારમાં કરામત કામ કરે, તરવાર ગ્રહણ કર. વામાં મુઠ્ઠીએ ન પકડતાં અણીએ પકડે તે શું થાય? એમ આ તપ નિકાચિત ઘણા ભવના પાપો ક્ષય કરે, પણ તરવાર મુઠ્ઠીથી પકડવી જોઈએ, છેક અણુએથી તરવાર પકડે તે નુકશાન કરે, દુઃખક્ષય માટે કર્મક્ષય તપસ્યા કરાય તે મુઠ્ઠીએ પકડી, એ જ તપસ્યા પૌગલિક લાલચ માટે કરાય તે તરવાર એ જ, તેજ પણ એ જ, છતાં કાંપે હાથ ને કપાવે માથું. તેમ અહીં પૌગલિક ઈચ્છાએ કરાતું તપ તેટલું જ તેજદાર, છતાં દુઃખક્ષય માટે કામ ન આવે. હવે મેંઢું ધોઈને ચોકખું કરી મેશનું તિલક ન થઈ જાય.
આવું જબરજસ્ત તપ છતાં પણ જે પવિત્રતા તપની ન રહે તે