________________
શ્રી તપપદ વ્યાખ્યાન
૭૭
સમ્યગદર્શનાદિ કારણ-કાયને, બાહ્ય અત્યંતરને બધાનો સમાવેશ કરતા નથી. સમ્યગદર્શન પોતાનું સ્વરૂપ કહી ચાલે. પિતાના કારણોને લેતા નથી, જ્યારે આ તપ એ સરદાર છે કે પોતાના કારણેને પિતાની કૂખમાંથી નીકળવા દેતું નથી. બાહ્ય-અત્યંતર તપની લૌકિક-લોકેનર દૃષ્ટિએ વ્યાખ્યા.
તપના બાહ્ય અને અત્યંતર આ મુખ્ય બે ભેદ કારણને કૂખમાં રાખ્યું તેથી બાર ભેદે તપ. સમ્યગદર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં કાર્ય કારણ કહી બે ભેદ કહેતા નથી. જ્યારે તપ બાહ્ય-અત્યંતર કારણ કાર્ય સાથે રાખે છે. બાહ્ય અને અત્યંતર એટલે શું ? બાહ્ય એટલે અન્યમતિ પણ જેને કરે તે બાહ્યતા. એ લક્ષણ શાસ્ત્રકાર બહુ લક્ષમાં લેતા નથી. દેખાય તે બાહ્ય. વિનય વૈયાવચ્ચ અદશ્ય નથી, તે બાહ્ય અત્યંતરને ભેદ કર્યો. કર્મનાશને અંગે જે એકાંતિક હોય તે અત્યંતર અને કાંતિક હોય તે બાહ્ય. આથી વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત્ત તે ખરેખર કર્મને નાશ કરે.
શાસ્ત્રમાં કહ્યા મુજબ એ વિશેષણ લગાડો તે બાહ્યમાં કર્મનાશ નિયમિત છે. અને શાસ્ત્રના મુદ્દા ન રાખે તે વિનયાદિક અત્યંતર તપ ‘ભલે કરે તે પણ કર્મનાશ નથી. શાસ્ત્રને સહકાર ન લે તે અત્યંતરમાં અત્યંતરપણું નહિ રહે. તે માટે બાહ્યઅત્યંતર ભેદ શી રીતે ? જેને અંગે આત્માના જ્ઞાનને, આત્માની સમજણને અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જોર આપવું પડતું નથી. આંતરિક પરિણતિને જોર આપવું પડે તે અત્યંતર. અનશન, ઉપવાસ કરવા તે અંદરની પરિણતિના જેટ વગર પણ થશે, પણ પાપકર્મથી ડરશે નહિ ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત નહિ થાય વિનય વૈયાવચ્ચ સમ્યગ્દર્શનની ફરજિયાત કરણી છે તે નહિ થાય ત્યાં સુધી સમ્યક્ત્વનહિ આવે. આંતરિક પરિણતિને જોર દઈએ તે અત્યંતર.
તપના સર્કલની અંદરના ૧૨ ભેદે, બે ભેદવા જે તપ તે તપના જ ભેદે છે. શરીર બાહ્ય, આત્મા અત્યંતર છતાં આત્માના ભાઈ જેવું શરીર છે. આંતરિક પરિણતિ થયા વગર પણ થનારી તપ તે બાહ્ય તપ. અત્યંતર તપમાં આંતરિક પરિણતિ જોઈએ જ. બાહ્ય અને અત્યંતર તે તપમાં આટલું જોર કેમ દેવાય છે? જે મનુષ્ય જેટલું તપ કરે તેટલું પ્રશંસાપાત્ર ગણાય. કુકર્મ નિકાચિત કર્મોમાં