________________
-
પર્વ મહિમા દર્શન
ચારિત્ર એ મેક્ષને રસ્તે આવવાના બે માર્ગ બે દાદરા. શું જાળી તોડી બારીથી ન અવાય? તો તે માર્ગ નહિ. તેથી ચારિત્ર આઠમું પદ રાખ્યું. નહીંતર નવપદમાં ચારિત્રને પદ તરીકે રાખવાની જરૂર ન હતી. ચારિત્ર હોય તે મેક્ષ થાય, ન હોય તો પણ મોક્ષ થાય. તેમ હોત તે ચારિત્ર પદ જુદું ન કહેવાત, પણ તે પદ જુદું રાખવાથી ચારિત્ર સિવાય મોક્ષ નથી જ. હાથી પાટ ઉઠાવી શકે પણ સમય ન ઉઠાવી શકે.
ત્રણે પૂરેપૂરા મળી જાય તે પણ મોક્ષથી છેટા કેમ રહે છે? ૧૩માં ગુણઠાણની શરૂઆતમાં સમ્યફવમાં ક્ષાયિક તેમ જ્ઞાન ચારિત્ર ત્રણે ક્ષાયિક છે. હવે મોક્ષ કેમ નથી? વાત ખરી, પહેલાંના જૂના બાંધેલા કર્મનું શું? ચારિત્ર આવતાં કર્મને રેકી દે. આવેલાને તેડી પણ દે. જેમ હાથી સૂંઢથી પાટડો થાંભલે ઉપાડે, પણ સેય ન ઉપાડી શકે, તેમ સમ્યકૃત્વાદિ એ ઘાતિકર્મને ક્ષય કરે, પણ અઘાતિને ક્ષય કરવાની તાકાત તે ત્રણમાં નથી. ભપગાહી કર્મ કાઢવાની તાકાત તપની છે. તપસ્યા અઘાતિને ક્ષય કરે. જ્ઞાન દર્શન ચારિત્ર ઘાતિકર્મને ક્ષય કરે, તે પણ ઢીલાઘાતિ, કઠણઘાતિ નિકાચિત ઘાતિકર્મ હોય તે જ્ઞાનદિકનું જોર ન ચાલે.
| નિકાચિત કર્મ તેડવાની શક્તિ હોય તે કેવળ તપમાં જ છે. તપ સિવાય જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પણ તે તાકાત નથી. હવે નવમાં પદમાં તપને અધિકાર કેવી રીતે સમજાશે તે અગ્રે વર્તમાન.
શ્રી તપપદ વ્યાખ્યાન સં. ૧૯૨ શરદપૂર્ણિમા. લક્ષ્મીઆશ્રમ, જામનગર वीरमईए तइ कहवि तवपयमाराहिय सुरतरुव्वा । जह दमयंतीइ भवे फलियं तं तारिसफलेहि ॥ १३१३ ।।
શાસ્ત્રકાર મહારાજ રત્નશેખરસૂરીશ્વરજી નવપદની આરાધનામાં ઉપદેશ કરતાં જણાવી ગયા કે જેઓ પ્રભુસંમિત મિત્રસંમિત