Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 569
________________ હo પર્વ મહિમા દર્શન રસકથાઓ તત્વના પોષણ માટે કહી છે. શ્રીપાળરાજાના રાસમાં ત્રણ ખંડ વખતે સભા ચિક્કાર અને થે ખંડ શરૂ થયો એટલે સભા ખાલી દેખાય. ત્રણ ખંડમાં ભરતી અને ચોથા ખંડમાં એટ! એનું કારણ? તવશુશ્રષામાં ખામી છે. રસમાં શુશ્રુષા થઈ છે. ત્રણ ખંડમાં વીરરસ, શૃંગારરસ વગેરે રસનાં વર્ણન આવે છે. તેમાં રસ-આનંદ આવે છે, અને ચેથા ખંડમાં તત્ત્વરસ છે, તેની શુશ્રુષા–સંભાળવાની ઈચ્છા થઈ નથી. તેને દાખલ આ પ્રત્યક્ષ છે. તે ઉપ. વિનયવિજયજી મહારાજે રાસ રચે શું કરવા? કાંટે પગમાં ભાંગે તે જગતના કાંટા બાળી નાખવા? ના. સમજવું કે એ જ કાંટો વાડ કરવામાં ઉપયોગી છે, તેમ અહીં રસકથા કહી તે તત્ત્વકથાના પિષણ માટે કહી છે. છોકરાને દવા આપવી હતી તેથી પીપરમીંટની લાલચ આપી. દવા પીનાર પીપરમીંટ ખાઈ ગયે ને દવા ઢળી નાખી, પીપરમીંટ શા માટે આપી હતી? દવા તું એમને એમ ન પીએ માટે, દવા પાવા માટે તેમ ઉ.વિનયવિજયજી મહારાજાએ ત્રણ ખંડનું વર્ણન કર્યું. તત્ત્વશુશ્રષામાં દાખલ થવા માટે, તે જગ્યાએ રસશુશ્રુષા જોડે રાખીને તવશુશ્રષા ગોઠવી માટે બે શુશ્રુષા રાખી. રાજાએ આબે દિવસ રાજ્યના દરેક કાર્યમાં માથું મારી કંટાળી ગયા હોય, સૂઈ જાય તે પણ ચિંતા થાય. ઉજાગર કર્યો ન પાલવે, તેથી પાસે કથ્થકો-ચતુર કથા કહેનારા રાખે. તે હાસ્ય કુતૂહલ રાજ્યનીતિની વાત કરે. તેમાં ચિત્ત લાગે ને ઊંઘી જાય. | નાના છોકરાને ઊંઘાડે હોય ત્યારે વાત કહેવા માંડે. એવી રીતે જૈનશાસનમાં ધર્મકથાનુયોગમાં ભળનારા પરમશુશ્રષાવાળ નહિ હેય તે કેવળ રસશુશ્રુષા ધારણ કરીને બેસશે. માટે જે ચરિતાનુવાદ ચરિત્રકથાનકે તે તત્વ જાણવા માટે, તત્વમાં ઉતારવા માટે. જે તત્વમાં ઉતારવામાં ન આવે તે ચરિતાનુયેગને ભાવાર્થ મળેલ ગણાય નહિ. અહીં નવપદની આરાધનામાં વિધિવાદે સ્વરૂપ, હેતુવાદે યુક્તિ જણાવી, તેમાં ચારિત્ર પદ ઉપર ગઈ કાલે સમજાવી ગયા. અવિરતિ ગૂમડાના રૂઝણું એ ચારિત્ર. ચારિત્ર એટલે અવિરતિના ગૂમડા મટાડવા. આપણને વ્રત

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580