________________
૬પ
શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન ભગવાનને પૂછયું કે આ તેજસ્વી કેણ છે? શીવકુમાર. અને તે હવે જંબુસ્વામી થશે. આઠ કન્યાથી ન મૂંઝાયા, ચેરને ચમત્કાર પમાડ્યો તે જોવાય છે? પહેલા ભવની કરણુ તપાસી? જાનમાં જમવા બેસતી વખતે સેનાને થાળ જોઈએ, ને દાયજામાં કશું કરતા નથી; કારણે તરફ ધ્યાન આપવું નથી, તે કાર્ય તરફ ધ્યાન આપે તેમાં વળે શું ? તે શીવકુમારના જન્મની અંદર ચારિત્રપદ અપૂર્વપણે આરાધ્યું, બીજ કયું વાગ્યું તે ખબર ન પડે, પણ દેખવાથી બીજ માલુમ પડે છે, ગોટલે વાવ્યું હતું ત્યારે કેરી મળી, અહીં જંબુકુમાર થયા, હવે તો ફળ દેખ્યુંને ? જે ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવી છે તે બધાનું કારણ કેણુ? શીવકુમારના જન્મની અંદર ચારિત્રપદ એવું આરાધ્યું. આવી રીતે ચારિત્રની ભાવથી કરેલી આરાધને હતી તેને લીધે જંબુસ્વામી થયા. વિરાધના અને આરાધના
એ જ શીવકુમારના ભવમાં પૂર્વે કરેલી વિરાધના વિરાધના રૂપમાં ફળી, ફક્ત ભાઈની શરમે. ભવદેવના ભવમાં દીક્ષા લીધી ત્યાં કયારે ભાઈની શરમ તૂટે? ભાઈ જીવ્યા ત્યાં સુધી ભાઈની શરમથી સાધુપણામાં રહ્યો, ભવદત્ત ભાઈ કાળ કરી ગયા પછી સાધુપણું છોડયા વગર ઘર તરફ જાય છે, વિરાધના માત્ર પરિણામથી પલટાઈ અને નાગલા પાસે ગયે. માત્ર મનની વિરાધના. સાધુપણું નથી ચૂકે. ભવદેવના ભવમાં મનની વિરાધનાએ તેણે શીવકુમારના ભવમાં ચારિત્ર મળવા ન દીધું. સાગરચંદ્રભાઈ મળ્યા. ઉપદેશ દે છે. ચારિત્રને વિચાર કર્યો છતાં મનની વિરાધનાથી ચારિત્ર ન મળ્યું, ચારિત્રે ચઢયા તે પણ તેમાં જ. ભવદત્તના ભાવમાં વિરાધ્યું. શિવકુમારના ભવમાં આરાધ્યું. આ ચારિત્રપદ જેની આરાધના ચારિત્રને મેળવી શકાય.
આદ્રકુમારને મનથી થએલી વિરાધનાના વેગે ચારિત્ર્ય ન પામે તેવા દૂર ક્ષેત્રમાં રહે છે. અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. અહીં પણ ધર્મથી દૂર રહેવું પડયું. બંને ફળ દેખી આરાધનામાં તત્પર થયા વગર કેણ રહે? કઈ પણ તીર્થકર ચારિત્ર વગર તીર્થકર ન થાય. દીક્ષા લીધા વગરના કેઈ તીર્થંકર ન હોય. અંતગડ સિદ્ધ દ્રવ્યલિંગ ન પણ લે. તીર્થકર જેવા એક પણ ન નીકળે. દ્રવ્ય ને ભાવ બંને