Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 562
________________ શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન ગણતા હતા, તે જણાવવા માટે પણ જ્ઞાનથી બનેલી છે. આ અધિકારની વાત છોડી પહેલાની આગળની વાત પડતી મૂકીને વચલું પદ પકડી રાખ્યું. ઝા છે જ્યારે જીવ અજીવ જાણે, ત્યારે પુણ્યાદિ મેક્ષાંત જાણે, જીવેની ભ્રમણાની સ્થિતિ જાણે. જ્યારે સંસારની સર્વ વિચિત્ર ગતિ જાણે, ત્યારે કામગોથી વિરક્ત થાય. જ્યારે દેવતાઈ મનુષ્ય કામગોથી વિરકત થઈ દીક્ષા લે, એ આગળને અનુક્રમ પાછળનો ઉપક્રમ ઉપસંહાર જોયા વગર વચલા પદને પકડી રાખનારા કઈ દશાના ગણાય? માટે જયણામાં પહેલું જ્ઞાન છે. ઘર્ષ વિર્લ્ડ નવરંચે. પહેલાં જ્ઞાન છે પછી દયાના પરિણામ થયા, તેથી સર્વસંયતે ચારિત્રમાં રહ્યા છે. અજ્ઞાની હેત તે સારા નરસાને સમજત શું? આ બધે અધિકાર ન સમજતાં એક પદ પકડી રાખ્યું. એકના પણ અભાવમાં આરાધના ન ગણાય. - હવે બીજી બાજુ જ્ઞાનને અંગે ફળ માનનારા આપણે નથી, નહીંતર દેવતા મરીને ચેકસ દેવતા થાય. સમ્યગદષ્ટિ દેવતા ત્રણ જ્ઞાનવાળા હોય છે, જ્ઞાનવાળા હોવાથી દેવતા મરી દેવતા થાત, પણ થતા નથી. નારકી, દેવતા, તિર્યંચમાં, મનુષ્યમાં સમ્યકત્વ છે. ચારિત્રને જે ગતિમાં સદ્ભાવ તે ગતિમાં મેક્ષની છૂટ. દેવતાદિકની ગતિમાં દર્શન, જ્ઞાન છે. પણ મેક્ષે જવાની છૂટ નથી, કારણ કે ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર ન મેળવી શકીએ ત્યાં સુધી મેક્ષના માર્ગમાં નથી. ચારિત્ર પામીએ ત્યારે મેક્ષ છે. પર્વતરાડમાવે. આ ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષનાં સાધન નહિ. ભગવતીસૂત્રમાં આરાધનાને અધિકાર ચાલ્યા છે, તેમાં જઘન્ય જ્ઞાન આરાધના કરે તે આઠ ભવે મોક્ષે જાય, જઘન્ય દર્શનની આરાધનાથી આઠ ભવે મોક્ષે જાય જણાવ્યું છે. બીજી બાજુ પપમને અસંખ્યાતમા ભાગના સમય થાય તેટલા ભવે મોક્ષ થાય. આ કયાં રહ્યું? અસંખ્યાત ભ (સુધી ચારિત્ર વગરનું) સમ્યક્ત્વજ્ઞાન આવ્યું, છતાં મેક્ષ ન થયો. જઘન્ય જ્ઞાન આરાધના ચારિત્ર આવે તે જ; જઘન્ય દર્શન આરાધના ચારિત્ર અને તે જ આરાધના માર્ગ છે. ત્રણમાંથી એકના પણ અભાવમાં આરાધના ન ગણાય. જ્ઞાનની જોડે ચારિત્ર લેવું જ જોઈએ, તે આઠ ભવમાં મુક્તિ પામે.

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580