________________
શ્રી જ્ઞાન પદ વ્યાખ્યાન
૫૮
આવું ટૂંકું સામાન્ય વાકય ખ્યા છતાં ન આવડે તે કેટલે જ્ઞાનાવરણીયને ઉદય?
પહેલાં ભાવમાં ભણ્યાની પંચાત થઈ. દુનિયામાં ડાહ્યો કરે દેશાવર ભેગવે છે, ગાંડાને ઓરડામાં પૂરે છે. ડાહી થાય તે ધૂમાડ ખાતે પડે છે. તે દેખીને ડાહ્યા થયા તે જ મહા રામાયણ થઈ. જે ભણેલા આચાર્યો, ઉપાધ્યાય, સાધુ હોય તેવાને સેંકડે પૂછવાવાળા મળે છે. અભણને કેઈન પૂછે. આના કરતાં ન ભર્યો હોત તો સારું થાત. પહેલા ભવમાં માસતુષ આમ બોલી ગયા હતા કે “ભણ્યા તે આ પંચાત થઈને ?” આટલું જ બોલાયું. વિચાર પ્રયત્ન તે બધા કરતા જ હતા. એ વિરાધના એક પદમાં આવીને નડે છે. એ દષ્ટાંત સાંભળી જ્ઞાનની વિરાધનાથી હંમેશાં દૂર રહેવું. સાપ રીઝાય તે કંઈ ન મળે પણ ખીજાય તે કરડે. તેમ જ્ઞાનપદની વિરાધના થાય તે ભૂક્કા, આરાધનામાં ફળ મોટું છે. શીલવતીની જ્ઞાન આરાધના.
જેને ઘેર મકાણ મોટી હોય ત્યાં વધામણું પણ મોટાં હોય, તેમ આરાધનામાં પણ શીલવતી એટલી ચકર હતી કે પોતાને પણ પ્રધાનપણું શીલવતીની અકલે કરે છે. પશુપક્ષીની ભાષા નીતિ સમજે છે, તે પહેલા ભવમાં પાણી ભરનાર ચાકરડી હતી. પિતાની શેઠાણી જ્ઞાનપદનું આરાધન કરે છે. તે સાવીને પૂછે છે કે હું શું કરું ? સ્વાધીન નથી, પૈસા નથી પણ આલંબને તેણે દુર્ગતિના ભવમાં જ્ઞાન આરાધનાની તિથિએ આરાધના કરવાની રાખી તે આ ભવમાં શીલવતી થઈ.
આમ આરાધના વિરાધનાનું ફળ ધ્યાનમાં રાખી, વિરાધના ટાળી જેઓ જ્ઞાનપદનું આરાધન કરશે તે પંરપરાએ કેવલજ્ઞાન પામી મેક્ષ પામશે.
શ્રી ચારિત્રપદ વ્યાખ્યાન, સં. ૧૯૯૨ આસ શુદિ ૧૪ ને ગુરૂ. જામનગર. चारित्तपय तह भावओवि आराहिय सिवभव मि । जेण जवुकुमारो जाओ कयजणचमुक्कारो ॥१३१२ ॥