________________
૫૮
પ મહિમા દઈન
છે. એક વિષયમાં બધા વિષયની ફરજ પાડવા જાય તેા ઘેલછા જ્ઞાનવાળા ગણાય, તેવા ન જોઈએ.
ચારિત્રપદ કરતાં પહેલાં જ્ઞાનપદ મૂકયું. હવે સાતમે પદે જ્ઞાન રાખ્યુ. તેમાં શું કરવું? જેમ આકાશને રંગ રાજ દેખા છે તેને નથી જાણતા એમ નથી કહેતા. જાણ્યા છતાં પણ રંગ લેતા નથી કારણ કે તે ગ્રાહ્ય નથી, કિન્તુ રંગ જાણવાના છે, તેમ ઈષ્ટ પદાથ જાણી ગ્રહણ કરવાના છે, અને અનિષ્ટ જાણી દૂર કરવાના છે, કેટલાક પદાર્થો જાણવા આદરવા, છાંડવા લાયક છે, તે જ્ઞાન જાણવા લાયક પ્રથમથી છે જ. છાંડવા અને આદરવામાં અ ંશે છે. જ્ઞાનની વિરાધના છાંડવી, આરાધના આરાધવી, આરાધના ને વિરાધનામાં પ્રથમ પ્રયત્ન કેને કરવા
જે વિરાધના છેડે તે આરાધના સફળ કરી શકે. માટે પ્રથમ વિરાધના છેડવાની જરૂર ! વિરાધના ન છેડનારા આરાધના કરે તે પણ મીડું આવે. છોકરાને ૨૩ કલાક રમાડે તે કોઈ ન જાણે, પણ મિનિટ રાવડાવ્યે તે। આખી શેરી, ગામ રાવડાવ્યે જાણે. જ્ઞાનપદની આરાધના તેવા ફાયદો ન કરે પણ વિરાધના નુકશાન જરૂર કરે. વિરાધના ઝાડ તરીકે, આશાતના આંબા તરીકે. રાજાની જિંદગી સુધી સેવા કરે અને એક દિવસ અડપલુ કરે તે શું પરિણામ આવે ? વિરાધના વાદળમાં વ્યાપી જાય, સેવા સંતાઈ જાય, સૂર્યના પ્રકાશ વાદળમાં ઢંકાઈ જાય તેમ આરાધના ચાહે તેટલી હાય તેા પણ ઢંકાઈ જાય. માતુષ મુનિની વિરાધના તથા આરાધના
માસતુષ સાધુએ દીક્ષા લીધી છે. પ્રથમ દિવસે કરેમિલતે શીખવે છે તે આવડતું નથી. ગુરુમહારાજે દેખ્યુ કે હવે શુ કરવુ? ભાવા આપુ.. મા રૂપ મા તુષ કોઇ ઉપર રાષમાન ન થઈશ, તેમ તુષ્ટમાન ન થઈશ, અર્થાત્ રાગદ્વેષ ન કરીશ. એ વાકયે શિખવ્યાં. પેલા સાધુ તેવા ટૂંકા બે શબ્દો પણ સીધા ગેાખી શકતા નથી, ભૂલી જાય છે. છેકરાઓ ‘માસતુષ’ મુનિ ઉપનામ પાડે છે. કરાએ ટીખળમાં માસતુષ ખેલે છે, છતાં મુનિ મૌન રહે છે. ભૂલેલા શબ્દો તે છેકરાએ સંભાળી આપે છે, તેમાં ‘મારા ચાળા પાડે છે' તેમ નથી લાગતુ, પરંતુ ઉપકાર માને છે કે બાળકે ભૂલકણાં મને સંભાળી દે છે.