________________
૧૪
પ હિંમા દઈન
વગેરે શ્રાવિકાઓ કે જેને અનેક વખત શ્રી તીર્થેશે સ્વય' વખાણી છે. તેનાં દૃષ્ટાંતે કેમ જોતા નથી ? માટે એકાંત નથી. પેાતાની માતા, ખેત કે પુત્રીની જેમ શ્રાવિકાનું પણ બહુમાનપૂર્વક વાત્સલ્ય કરવું જોઈએ. માટીને માતા, મધ્યમવયવાળીને બેન, નાનીને પુત્રી જેમ ગણી, તેવા વનપૂવ ક સન્માન કરવુ' સમુચિત છે. ઘરમાં જેમ માતાદિના ત્રણ પ્રકાર છે તેમ અહીં પણ ત્રણ પ્રકારે શ્રાવિકાનું વાત્સલ્ય કરવુ જોઈએ. આ રીતે ખીજું કૃત્ય કરવુ જોઇએ. ત્રીજું કૃત્ય: યાત્રા.
अष्टकाभिधामेकां, रथयात्रामथापराम् ।
तृतीयां तीर्थ यात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ १ ॥ (श्रा०वि० पृ०१६३) ૧ અષ્ટાહ્નિકામહાત્સવ રૂપ યાત્રા. ૨ રથયાત્રા. અને ૩ તી યાત્રા, પ્રથમ પ્રકારની યાત્રામાં સવ ચૈત્યમાં અષ્ટાહ્નિકામહાત્સવ કરવા જોઈએ. સવ ચૈત્યેામાં પૂજા, મહાપૂજા ભણાવવી જોઇએ. ચમકશે નહિ. પથ્થર દેવ, પથ્થર ગુરુ, પથ્થર ધમ થઈ ગયા છે. નહિ તેા એક દેરાસરે ઝગઝગાટ અને ખીજે દેરાસરે ભી તેમાં ફાટ, પાણી ગળે આ બધુ નભે ? જિનેશ્વરદેવ માન્યા હાય તે આમ બને ? તે તે ભક્તિ સમાન હાય. એ જ રીતે ગુરુમાં પણ સમજવું. અમુક ઉપાશ્રયમાં આવે તે જ ગુરુ, અન્યથા નહ. એમ માનેા તેા પછી પથ્થર દેવ, પથ્થર ગુરુ એમ જ ને? પંચમહાવ્રતધારી સાધુ જ્યાં હોય ત્યાં ગુરુ માનવા જ જોઈ એ. આ ઉપાશ્રયમાં જ પૌષર્ષાદ ધ કરવા, બીજે નહુિ એના અર્થ ? તાસ કે પ્રથમ યાત્રામાં સવ ચૈત્યમાં ધામધૂમપૂર્ણાંક અષ્ટાદ્દિકામહાત્સવ કરવેા જોઇએ.
બીજી યાત્રા રથયાત્રા છે. તે કુમારપાળ મહારાજાએ જે રીતે કરી, તે રીતે કરવી જોઇએ. એ પરમાડુંત્ મહારાજાએ કેવી રીતે કરી તે ગ્રંથકાર જણાવે છે. અત્ર શુદી આઠમે, ચેાથે પહારે, મહા ઠકુરાઇથી, પ્રથમથી એકઠા થયેલા નાગરિક લાકોથી થતા ‘જય જય’ ઘાષણા પૂર્ણાંક, કેવળ સેાનાના રથ, જેમાં શ્રીજિનેશ્વરદેવ બિરાજમાન છે તે મહારાજાના મહેલથી કાઢવામાં આવ્યા. જેના હૃદયમાં ભક્તિ નથી અથવા જેએ ભક્તિ ઉડાવવા માગે છે, તેવાએ તે કહે છે ને કે: 'ભગવાનને શી શાભા ?” પણ અહીં તે! કહે છે: માવળ નિવદો ! ખરી રીતે