________________
પર્વ મહિમા દર્શન (૩) સુક્ષેત્રને મહિમા.
હવે ત્રીજા સ્વપ્નમાં જે ક્ષીરવૃક્ષ દેખાયું છે અને તેની આસપાસ ચારે બાજુએ કાંટા દેખાયા છે. તેને ફળાદેશ જુએ.
ક્ષીરવૃક્ષને ફળાદેશ એ છે કે ક્ષીરવૃક્ષ સમાન સુક્ષેત્ર છે. આ સુક્ષેત્રોને વિષે જે દાન દેવાય છે તે દાન મોક્ષને અંગે છે. ત્યારે હવે કેઈએ પ્રશ્ન કરશે કે એ સાત ક્ષેત્રોને વિષે દેવાયેલું દાન તે જ જે મોક્ષને અંગે હોય તો શું અનુકંપા દયાથી દેવાય છે તે દાન દેવાયું હોય તે શું તે પણ મિથ્યા માની લેવાનું છે?
નહિ જ! દયાથી દાન આપવાની મનાઈ તે છે જ નહિ, દયાથી પણ દાન દેવાનું કાર્ય કરણય છે, પરંતુ દયાથી દાન દેવું, અને સાત ક્ષેત્રોને વિષે દાન દેવું; એના ફળમાં ભારે ફરક છે. સાત ક્ષેત્રોમાં જે દાન દેવાય છે તે દાનમાં ભક્તિ પ્રધાનપણે છે, અને દયાથી જે દાન દેવાય છે તે દાનમાં દયા પ્રધાનપણે છે. સાત ક્ષેત્રોમાં અપાએલું દાન મેક્ષને માર્ગે લઈ જાય છે, જ્યારે દયાથી દેવાએલું દાન લાગણીઓને દબાવીને દઈ શકે છે. એટલા જ માટે કલિકાલસર્વજ્ઞ, ગુર્જરરત્ન શિરોમણિ ભગવાન હેમચંદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે કે –
इत्थं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां घनं वपन् । दयया चातिदीनेषु महाश्रावकमुष्यते ॥
અર્થાત્ સાત ક્ષેત્રમાં અપાએલું દાન મોક્ષમાર્ગ સાથે જોડાણ કરે છે. અને ગરીબો માટે જે દાન દેવાય છે તે દાન લાગણીઓને દબાવે છે, લાગણીઓને વશ રાખે છે. આજ કાલ આ બાબતમાં પણ ઉલટી જ મને દશા પ્રવર્તેલી હોય એવું જણાયા સિવાય રહેતું નથી.
આજે ભક્તિને પાછળ કરવામાં આવે છે. અને દયાને આગળ કરવામાં આવે છે. ઉત્સ–મહેન્સ ઈત્યાદિ થાય છે ત્યારે વિરોધીઓ તરફથી વારંવાર એવા પ્રહારો થતા આપણે સાંભળીએ છીએ, કે શ્રાવકોને જે વખતે રોટલાને અંગે પણ સાંસા છે, તેવા વખતમાં એચછ શોભતા નથી. આવા શબ્દો કેમ ઉચ્ચારાય છે તેને વિચાર કરજે ! આવા શબ્દો ઉચ્ચારવાનું કારણ એટલું જ છે, કે દેવપૂજા -વગેરે ભક્તિક્ષેત્રે અને તેના મર્મોને આપણે હજુ સમજી શક્યા નથી.