________________
પર્વ મહિમા દર્શન નવપદના દઢ સંસ્કાર
ધવલશેઠ ક્વટથી દરિયા વિષે વહાણમાં ચાલતા સાત મેંઢાને મગર કહે છે. શ્રીપાળકુમાર તેને જોવા આવે છે. તે માત્ર કુતૂહલવૃત્તિ છે. એવી વૃત્તિમાં દોર તૂટે છે. નીચે દરિયે છે. બચાવનું સાધન નથી, મરવાની અણી છે. કુતૂહલમાંથી મરવાની અણી વખતે “ના સન્દ્રિત્તા યાદ આવવું તે કઈ દિશા હશે? આપણ માબાપ મરી ગયા છે. તે સાંભળતા નથી. બચાવ કરવા આવવાના નથી, છતાં ભય વખતે એ બાપ રે! ઓ મા રે! શા ઉપર? જાણે છે કે આટલા વરસોથી મરી ગયા છે, મદદ કરવા આવવાના નથી તે જાણે છે, છતાં બાળપણથી સંસ્કાર પડ્યો.
આટલી અવસ્થા થઈ છતાં તે સંસ્કાર નથી ગયા. આટલી દશા ફેરફારવાળી થઈ છતાં આપણને હજુ એ સંસ્કાર છૂટતા નથી. જ્યારે શ્રીપાળને આવા સંસ્કાર તે વખતે આવે છે. તે કુતૂહલમાં જોવા ગએલા દરિયામાં પડે ત્યારે “નો સરિતા” યાદ આવે તે કેટલા દઢ સંસ્કાર જામેલા હશે ? આ સંસ્કારવાળે સિદ્ધપણું પામે તેમાં નવાઈ શી? આપણે એ સંસ્કારમાં આવ્યા? કાંટા કાઢતાં લગીર વેદના થાય તે એ બાપ રે! ઓ મા રે ! થાય છે. તે મરવાની અણુ વખતે પણ જેને “નમો સરિતા” યાદ આવે છે. આવું ઓતપ્રેતપણું જ્યારે નવપદનું કરવા તૈયાર થવાય તે જ સંસ્કાર દૃઢ થાય, તે તત્ત્વ તરફ વળેલા ગણાય. માટે તત્ત્વ તરફ વળે. રસકથા તત્ત્વના પેષણ માટે છે. તેને અંગે નવપદનું સમુદાયે વર્ણન કરી એક પદનું વર્ણન કરે છે. આચાર્યો તરનાર અને તારનારા
જે કે આચાર્ય મેક્ષ પામેલા નથી, મોક્ષના મુસાફર નથી. ખલાસી દરિયામાં હોય તે જ વખતે તે પાર લઈ જાય, પિતે પાર નથી પામે તે પાર શી રીતે લઈ જશે? તે વિચાર ન થઈ શકે, કારણ? તેની પાસે પાર ઉતરવાનું ને ઉતારવાનું સાધન છે. આચાર્ય પાસે સ્વતંત્ર શક્તિ ન હોય, પણ શાસન એવું છે કે, પોતે તરે ને બીજા આરાધન કરનારાને પણ પાર ઉતારી શકે.
અરિહંત ને સિદ્ધ બે દેવત પણ આરાધવા લાયક છે, તેમાં બે મત ન રહે, પણ ત્રણને અંગે એમ કહેવામાં આવે છે કે પિતે નથી તર્યા તે અમને શી રીતે તારશે ?