________________
પ૪
પર્વ મહિમા દર્શન કરનાર કલ્યાણ પામે છે, ઝાડમાં ફળ છે, પણ ઝાડ પાસે જાય તે ફળ મેળવે. નદીમાં પાણી છે, તેટલા માત્રથી તરસ ન મટે તે તરફ મેં કરવું પડે. ગામને એમને એમ ફળ કે પાણી મળતાં નથી. સમીપે જનારા તરસ વગરના ને ફળવાળા થાય છે. અરિહંતના અરિહંતપણાથી જગત તરી જતું નથી. સૂર્ય દેખવામાં કારણ, પણ આંખ ખોલે તે ત્યાં જોવામાં કારણ બને. સૂર્યની હૈયાતી માત્રથી પદાર્થ પ્રકાશક નથી. અરિહંતમાં અરિહંતત્વ છે, પણ પરમ આદરવાળાને ઉપકાર કરે કયારે? આકાશ સામું મેં રાખે તેવાને લોટો ખીરસમુદ્રમાં પણ ન ભરાય. દરિયે તે લેટે ભરવા તૈયાર છે, પણ લેટે તે તરફ મેં ન કરે તે પાણી ન ભરાય. તેમ અહીં અરિહંતપણાદિક પાંચે પરમેષ્ઠિ તરફ આરાધનાવાળા પરમ આદર ન કરે તે ન કરી શકે.
સાધ્ય અને એની ઉત્તમતા તરફ વળગ! વિદ્યમાન પરમેષ્ઠિ છતાં આંધળા માટે મધ્યાહ્યને સૂર્ય અંધારી રાત્રિ છે. તેમ જે મનુષ્ય સાધ્યને ન વળગે તેવા માટે પરમેષ્ઠિ હે કે ન હો, બન્ને સરખા છે. પરમેષ્ઠિના ધ્યાનમાં તન્મય થવું જોઈએ. આંધળાના હાથમાં કંચન આવ્યું, છતાં તેને કંઈ લાભ નથી. પંચ પરમેષ્ઠિ હાથમાં આવ્યા છતાં હેય, ય, ઉપાદેય ન સમજીએ તે શું થાય?
શ્રદ્ધા જ્ઞાનથી થવાની. માટે તે પહેલાં મૂકવું જોઈએ. જ્ઞાન સિવાયની શ્રદ્ધા શ્રદ્ધા ન કહી શકાય, માટે છઠું જ્ઞાનપદ રાખ્યું છે. ઝવેરીના નાના નાના બચ્ચાઓને અંગે પગે હીરા હોય, તે જાણીને નથી લીધાં પણ પહેલાં ભવનું ભાગ્ય છે, તેથી પથ્થરા પહેરવા ન મળતાં હીરા મળ્યા છે. છોકરે એકાસણુ આયંબિલમાં શું સમજે, કે તે કરાવવું? વિરતિ, તપસ્યા, સંવર, નિર્જરા કરનાર જે છેકરે સમજાતું નથી, તેને કરાવાથી શું ફાયદે? તેમ કહેવાવાળાને કહેવું કે ના છોકરે હીરા મેતીમાં ન સમજે, તે પણ બીજા સમજણવાળાથી રક્ષણ કરાય, પણ નથી સમજતા તેથી તફડાવી ન લેવાય, જગત અને કોર્ટ કહે છે કે બાળક ન સમજે તે માબાપને ઍપવાની ફરજ, પણ દાગીને ઉતારી ન લેવાય, તેમ બચ્ચાઓ એકાસણાદિકમાં ન સમજે તે પણ વ્રતનું રક્ષણ કરવું પણ મૂકાવવા નહિં. અહીં અજ્ઞાન જ ધર્મકાર્ય કરતા હોય તેને સમજણ આપે