________________
શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન
૩૩
આચાર્યાદિ હજુ પતે તરે છે, તરેલા નથી. નહિ તરેલા બીજાને શી રીતે તારે? “વાક્ થ્રી સ્કુમfમશ્વરીવર્તુ મળે' પિતે દરિદ્ર હોય તે બીજાને શી રીતે માલદાર કરવા સમર્થ થાય? પિતે ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યા નથી, તે બીજાને શી રીતે પમાડે? આમ શંકા હતી, પણ જેમ ખલાસી કાંઠામાં નથી, દરિયામાં છે છતાં નાવડી રૂપી સાધનથી ખલાસી બીજા બેસારૂને પિતે પાર પમાડે છે, તેમ આચાર્ય પાસે જિનેશ્વરનું શાસનરૂપી મજબુત વહાણ હાથ આવ્યું છે, જેથી પિતે તરે ને બીજાને સંસાર સમુદ્રને પાર પાડી શકે.
શહેનશાહી ઢઢેરાને શરીફ સાંભળે તે જગતને સંભળાવે છે. આ ઢંઢેરાની જાહેરાત પોતાને માટે અને પ્રજાજન માટે છે. જિનેશ્વરનો ઢંઢેરો જાહેર થયું છે. તે ભવ્યજીને અંગે તે વખતે જાહેરાત છે તીર્થકર મહારાજ અસંખ્યાતમા ભાગ જેટલે વખત તારનારા. આચાર્યો અસંખ્યાત ગુણ વખત સુધી તારનારા. ઝાષભદેવજીને કેવલીકાળ એક હજાર વર્ષ જૂન ક્રોડાકોડ સાગરોપમ સુધી ભવ્યજીવને તારવાને વખત આચાર્યને માટે અસંખ્યાત પાટ સુધી મોક્ષમાર્ગ રહ્યો હતે. | તીર્થકર મેક્ષ પામ્યા છતાં આચાર્યના પ્રભાવે શાસન વહી રહે છે. તીર્થકરની ગેરહાજરીમાં તારનાર આચાર્ય. તીર્થકર કરતાં અસંખ્યાત ગણો કાળ આચાર્ય મહારાજ મેક્ષમાર્ગ ચલાવે છે. તીર્થંકર મહારાજને જે મોટા માનીએ તે આચાર્યને મેટા માન્યા વગર ચાલે નહિ. ગણધર પદવીની અનુજ્ઞા વખતે તીર્થકરે આચાર્યને દ્રવ્યગુણ પર્યાયથી શાસનની આજ્ઞા આપે છે. તેમણે આપેલી આજ્ઞા તમને કબુલ હોવી જોઈએ.
ઉપદેશમાળા'માં ધર્મદાસગણિ જણાવે છે કે “મોક્ષ વખતે જિનેશ્વર મહારાજા તે મેક્ષપદ પામ્યા, પણ પછીના માટે માર્ગ સોંપી દીધે આચાર્યને મહારાજને, તેથી આખું પ્રવચન વર્તમાન કાળે આચાર્યો ધારણ કરાય છે. તીર્થંકર મહારાજની ગેરહાજરીમાં તીર્થપ્રવર્તાનાર આચાર્ય છે.
હવે આચાર્યથી શું ફાયદો થાય તેને અંગે કાલે જણાવી ગયા કે નાસ્તિક શિરોમણી હિંસાર અધમ કૃત્ય કરનાર પ્રદેશીરાબ હતું, છતાં આચાર્યના પ્રભાવે તેની નરકતિર્યંચ ગતિ નીકળી ગઈ અને દેવગતિ પામે, તે આચાર્યના પ્રતાપે.