________________
પર્વ મહિમા દર્શન ઘી ચારવા જેવું થાય. ગરાસિયાએ માથાના ફેંટામાં થીજેલા ઘીને કટકે બાંધી દીધે. કોઈકની નજર પડી ગઈ. અર્ધો કલાક તડકામાં ઊભે રાખ પડ. ચોર કહેવાની કે તપાસવાની જરૂર ન પડી. આપ આપ ઘી ટપક ટપક થવા માંડ્યું. ઘીની ચોરી છાની ન રહી.
આમ સૂત્ર માને પણ નિક્તિ નથી માનવી, પણ નિર્યુક્તિ વગર મૂળ સૂત્રની ગાથા આવી ત્યાં શું કરે? “ચૈત્ય” શબ્દનો અર્થ જે હોય તે અત્યારે ભાષાન્તરની ચૂંપડી બહાર પાડી છે. આદ્રકુમારના અધિકારમાં પ્રતિમા મોકલ્યાની ચકખી વાત છે. ભાષાન્તરની વાતે માનવી છે, નિર્યુક્તિ માનવી નથી, પ્રતિમાની જગ્યાએ તેઓએ એ મુહપત્તી મેકલ્યાના જૂઠા કપિત ગળા ફેંકયા છે, સુવર્ણગુલિકાની વાત પણ ખેટી, ૧૬ મી સદી પહેલાના પુસ્તકમાંથી આદ્રકુમારને એૉ મુહપત્તી મોકલ્યા તેવી વાત તેઓ કાઢી આપે ! વજસ્વામીની ગંભીરતા.
ઉપાધ્યાયજી સૂત્ર આપનાર હોવાથી સૂત્રદાતાર. ઉંમરે અને દીક્ષાએ કદી નાનો હોય તે પણ સર્વને વંદનીય છે. શાસ્ત્રકારોએ ઉપાધ્યાય આગળ દીક્ષાના પર્યાયને પણ ધક્કો માર્યો, મોટી ઉંમરવાળાને પણ નમસ્કરણીય ગણ્યા, કારણ? સૂત્રદાતા હોવાથી વજસ્વામીજી બાળક છે. પાટી ઉપર ધૂળ નાખી લીટા કરનારા જેવડા છે, તે માટે લખે છે કે જે સ્થવિરે શીખવવા માટે બેલાવે છે. તેઓ કુટ કુટ કર્યા કરે છે; ભણેલા છે પણ ભણેલું ને જણાવવા માટે કુટ કુટ ભાંગ્યું તૂટયું લાવે તેમ બોલ્યા કરે છે; સ્થવિરો રગડાવે તે રગડ્યા કરે છે. આવી સ્થિતિ છતાં અગિયાર અંગના પાડી. ૧૧ અંગ પારણામાં આવડી ગયા છતાં સાધુઓ ગોખાવે તેમ ગોખે છે. બાળક છતાં એવા ગંભીર કે પાણી પેટનું હાલતું નથી.
કેઈ વખત સાધુ ગોચરી ગયા છે, આચાર્ય મહારાજ સ્પંડિલ નીકળી ગયા છે, એકાંત દેખી બાળક હોવાથી કુતૂહલ થવાથી ઉમળકો જાગે. બધા સાધુના આસન લાવી બિછાવ્યા. પિતે આચાર્યની માફક આસન નાખી સાધુઓને વાચના આપે છે. આચાર્ય વહેલા આવ્યા. શું સાધુ વહેલા આવ્યા કે વાચના શરૂ થઈ? બાળકને મધુર સ્વર