________________
૪૦
પર્વ મહિમા દર્શન તેમાં નવે પદેની આરાધના કહેલી છે. તેમાં ઉપાધ્યાયનું પદ વિચારી ગયા. અરિહંત અજવાળું કરનારા, જીવજીવન જીવવાની રીતિ સમજાવનાર ત્રિજગતનાથ છે માટે તે પૂજ્ય હેય; તેમજ સિદ્ધદશા આત્માનું ખુદ ધ્યેય, માટે ધ્યેયનુ લક્ષ્ય ન ભૂલાય તે સ્વાભાવિક છે. જેવી રીતે હોકાયંત્રની સૂચિ સીધી હોવી જોઈએ. એ આધારે જ સ્ટીમરને ચાલવાનું છે, તેવી રીતે સિદ્ધદશા ઉપરને ખ્યાલ ઉડી ગયે, તે ચાહે જેટલી આરાધના હોય તે પણ ફળીભૂત ન થઈ શકે, તેમ અરિહંત મરારાજને સંદેશ લાવનાર આચાર્ય મહારાજ; જન્મ આપનાર બાયડી. છતાં વધામણું કહેવા આવનારને સેનાની જીભ અપાય.
રાજા પણ મુગટ સિવાયના તમામ અલંકારે વધામણીમાં આપી દે, જિંદગીનું દાસત્વ કાઢે. એક વધામણી કશું નવું જૂનું કરી દેતી નથી વધામણી કહેનાર ઉપર આટલા તુષ્ટ થવાય છે, શબ્દ કે દાસીની કિંમત નથી. કુંવર જ તેની કિંમત છે. તે જિનેશ્વર મહારાજે દેખાડેલું તત્વ-મેક્ષમાર્ગ આપણને આચાર્ય મહારાજ સંભળાવે છે. આચાર્ય તે મોક્ષમાર્ગ બતાવે છે, આચાર પાળે, પળાવે, વિનો દૂર કરે છે તે પૂજ્ય ન હોય તો કેણ પૂજ્ય હેય?
સૂત્ર એ આખા મોક્ષમાર્ગની જમીન છે. આચાર્ય અર્થ આપે તે ઈમારત છે, બચાવ ઈમારત કરે છે. જમીન ઠંડી ગરમી વરસાદથી બચાવ નથી કરતી, પણ બચવાને આધાર ઇમારત છે, તેમ યાદિક સમજીએ, માર્ગમાં આગળ વધીએ ઈત્યાદિક અર્થ દ્વારા થાય. મકાન દ્વારા ઠંડી-ગરમી–શરદી ટાળવાનું બને, છતાં બધાને આધાર જમીન છે. બચાવનાર મકાનને આધાર જમીન છે. મકાનની ઈચ્છાવાળાએ પહેલાં જમીન ખરીદવી પડે છે.
જે અર્થ આપે તે આચાર્ય મહારાજ, અને મૂળસૂત્ર આપે તે ઉપાધ્યાય. એમ ચાર પદનું સ્વરૂપ સમજાવી ગયા. . સાધુને ઉપકાર કેવી રીતે?
પંચમપદે સાધુ તે શા કામના ? સાધુ નથી સૂત્ર આપતા, નથી અર્થ આપતા. સાધુ શા માટે પૂજ્ય? એક મનુષ્ય વેપાર કરવા માંડે. દુકાન જમાવી, ઘર જમાવ્યું, કરિયાણું લાવ્યું, પણ જોડે રહેવાવાળા