________________
શ્રી દનપદ વ્યાખ્યાન
માગણીના નિશ્ચયમાં આવે તેનું નામ સમ્યગ્ગદર્શન. જૈનશાસનરૂપી કલ્પવૃક્ષ મળ્યું તેમાં પથ્થરાની માગણી કરવાનું મન કેમ થાય છે? માગણી કરતાં તે શીખે? માગણે માગણી કરતાં શીખેલા હોય છે. અરિહંત પાસે માગવું તે એક જ. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પાસે મોક્ષ જ એક માગે ! ભૂખે ભિખારી સે શેરીમાં ફરે પણ માગે તે બધે રોટલે જ, પથ્થરે ન માગે. તેમ મેક્ષના માગણ તે બને ! હજુ જીવ એકવચની થતું નથી. આ જીવ અનેકવચની છે. માગણપણું કરવું તેમાં એકવચની થવાય, તો ધર્મને અંગે કેમ નહીં ? વીસ કલાક એક જ માગણી કરે તે સમ્યકત્વ.
નિર્મળ સમ્યકત્વ ગુણને પાલન કરતી સુલસાનું અંતઃકરણ દર્શનમય છે. પતિ નાગસારથી સમ્યકત્વના ઠેકાણું વગરનો છે. તે દેવતાને પુત્ર માટે માનવા જાય છે, ત્યારે આ સુલસા ના કહે છે. નિરર્થક આત્માનું ન બગાડે” તેમ કહે છે, બીજી પરણે ભલે, પણ આ માનતા ન કરે. કહે છે ! એને પુત્રની ઈચ્છા હોય તે બીજી ભલે પરણે પણ ધણુ ધર્મ ચુકે તે ન પાલવે. પતિને બીજી પરણવી નથી. આ સ્થિતિને લીધે દેવતાને પરીક્ષા કરવા આવવું પડયું. આપણે કહીએ છીએ કે આજે દેવતા આવતા નથી, પણ દેવતા માટે સિંહાસન રાખ્યું છે? આંગણામાંથી દુર્ગધ કીચડ ખસેડતો નથી, ને રાજા મહારાજા પધારતા નથી, પણ દેવતા માટે જમીન તૈયાર કરી ? દેવતા ઉકરડામાં આવીને બેસે ? હૃદય નિર્મળસિદ્ધાંતવાળું નથી. નિશ્ચયવાળું નથી તે દેવતાના ભંગ લાગ્યા હોય કે જાણી જોઈને દુગધી કચરાના ઉકરડામાં આવે ? ત્રણ જ્ઞાનવાળા દેવતાને અહીં બોલાવવા હેય તે હૃદયઉકરડો સાફ કર.
પરીક્ષા કરવા દેવતા આવ્ય, દેવતા સામાન્ય સાધુવેષ સુલસાને ત્યાં આવે છે. લક્ષપાક તે તમારે ત્યાં છે? જે તેલના એક શીશાને તૈયાર કરતાં લાખ સેનૈયા થાય તેવું કિંમતી તે તેલ છે. સુલસા કહે છેઃ ધન્યભાગ્ય ! મારા જ ભાગ્યમાં આ લાભ! બીજે ન મળ્યું તેથી દઉં છું, તેમ નહિ. સાધુના રૂપમાં દેવતા છે. દેવતાએ પહેલે શીશે ફેડી નાખે, અરરર! મારા દાન અંતરાયને ઉદય નુકશાનબુદ્ધિને