________________
શ્રી દર્શનપદ વ્યાખ્યાન
૪૫ કેમ? સ્વયંસેવકની સામે કઈ થાય તે પણ સ્વયંસેવક સ્થિર રહે, પણુ પ્રજાજન જરૂર શિક્ષા કરે, તેમ સાધુવર્ગ ઉપસર્ગ અપમાન વગેરે સહન કરે, પણ પ્રજાવર્ગ એ સ્વયંસેવક વતી રીતસરનું ખાતું ઊભું કર્યા વગર ન રહે. ધર્મ પક્ષ તેના આત્માનું પિષણ કરે. કર્મ પક્ષથી પણ તે વિરાધના સહન થતી નથી, તેથી તે પણ કેદમાં નાખે છે, પણ સાધુમાં સાધુતા છે, તેથી તે પદની વિરાધનાથી ભયંકર દુઃખે છે. રૂપિણે સાધ્વીએ વિરાધનાથી દુઃખ મેળવ્યું, તેમ આરાધનાથી હિણને જીવે મોટા સુખ મેળવ્યાં. સાધુ પદની વિરાધનાથી મેટા દુઃખ મળે છે, માટે વિરાધનાથી સાવચેત રહેવું.
હવે છટૂઠું દર્શનપદ કેવું તે અધિકાર અગ્રે વર્તમાન.
શ્રી દશનપદ વ્યાખ્યાન. સંવત ૧૯૯૨ આસે શુદિ ૧૨. જામનગર, दसणपय विसुद्ध परिपालतीइ निश्चलमणाए । नारी इवि सुलसाप जिणराओ कुणइ सुपसस ॥१३१०॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે શ્રી શ્રીપાળ ચરિત્રમાં રસમય કથાને સ્થાને સ્થાન પર સ્થાન આપ્યું છે, પણ તે રસકથાથી આત્મકલ્યાણ થવું મુશ્કેલ છે. જે રસકથામાં કલ્યાણું હોય તે લૌકિક કથા–ઇતિહાસ સાંભળવાથી પણ કલ્યાણ થાય. તત્વનું ઓતપ્રેતપણું કરવા માટે આ કથાઓનું નિર્માણ છે, ચરિત્રકાર ભાટ ચારણ નથી, જેથી આ કથાઓ કરે છે. શ્રીમાન રત્નશેખરસૂરિજી જગતને વસરાવી, સંસારત્યાગ કરી નીકળેલા, એવા મહાપુરુષ તમને જે કથા સંભળાવે તે આત્મકલ્યાણ માટે જ સંભળાવે છે. કથા એક જ મુદ્દાથી કહે છેઃ તમે તત્ત્વશ્રોતા થાવ! રૂંવાડે રૂંવાડે તત્ત્વશ્રોતા બને! તે દ્વારા કલ્યાણ કરે! તેથી કલ્યાણ બુદ્ધિવાળા વક્તાને એકાંત લાભ કહે છે.