________________
શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન
મહારાજના ચરણકમલને પ્રભાવ છે; રાજાને સમ્યમાર્ગે આવવાનું તેમાં કેશી ગણધર આચાર્ય મહારાજ મૂળ કારણ છે.
દેવતાઈ સમૃદ્ધિ જેને અંગે આખું રાયપણુસૂત્ર છે, જેમાં પ્રદેશી રાજાનું વૃત્તાંત છે. સૂર્યાભદેવતા તે જ આ પ્રદેશ રાજાને જીવ. એવી દેવતાઈ સ્થિતિ મેળવી. આવા નાસ્તિક શિરોમણિ હિંસામાં પ્રથમ નંબર છતાં પણ સૂત્રમાં સુપ્રસિદ્ધ પામે, તે જિનપૂજારસિક, ધર્મિષ્ઠ દેવતા થાય છે. એ પ્રભાવ ગુરુ મહારાજને છે. નથી તે પાર્શ્વનાથ તીર્થકરની વિદ્યમાન અવસ્થા, તેમ મહાવીરસ્વામી કેવલજ્ઞાન પણ પામ્યા નથી. સિદ્ધને સંજોગ હાય નહિ. એવું છતાં આચાર્ય કેશીકુમારના પ્રતાપે સૂર્યાભદેવતા સૌધર્મવાસી દેવતા થયે, શાસનના સુકાની તરીકે આચાર્યપદની આરાધના કરવી જોઈએ.
હવે એ આરાધના કરવા લાયક જણાવી તેમના પછી ઉપાધ્યાય સાધુ પદ પણ શાથી આરાધનીય છે. તે અધિકાર અગ્રે વર્તમાન.
શ્રી. ઉપાધ્યાય પદ વ્યાખ્યાન. સંવત ૧૯૨. આસો શુદિ દશમ, રવિવાર, જામનગર लहुयंएि गुरुवइठ्ठ आराहतेहि वयरमुज्झाय । पत्तो सुसाहुवाओ सीसेहि सीहगिरीगुरुणा ॥ १३०८ ॥
શાસ્ત્રકાર મહારાજા ભગવાન આચાર્ય મહારાજશ્રી રત્નશેખર સૂરીશ્વરજી શ્રી શ્રીપાળચરિત્રમાં સૂચવી ગયા કે શ્રીપાળચરિત્રને રસ કથાના મુદ્દાથી સાંભળવાની જરૂરિયાત નથી. તવકથાના મુદ્દાથી શુશ્રુષા– સાંભળવાની ઈચ્છા હોવી જોઈએ. “આંબાનું રક્ષણ ધ્યાનમાં નથી, તે કેરીઓ મેળવવા ધારે તે પણ મેળવી શકે નહિ. આરાધના કલ્યાણ કરનારી છે, તેમાં કટિબધ્ધ કેમ થાઉં?” તે વિચારે જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી સૂને રાજા કથા સાંભળે તેના જેવી શુશ્રષા ગણાય, તે માટે કહે છે કે તત્વ તરફ ધ્યાન દો. તત્ત્વ કયું? નવપદો. શ્રીપાળચરિત્રનું ઉત્થાન અને પર્યવસાન બધે નવપદ આરાધન જ છે. તે માટે વિદ્યાર બહુ ઓછા કરીએ છીએ.