________________
પર્વ મહિમા દર્શન પરંતુ એ સઘળું સામે પડેલું હેય; ત્રિલેકના નાથ સામે આવીને ઊભા રહેલા હોય, તે પણ જેને સમ્યગદર્શન રૂપી આંખે જ નથી, તેને એ સઘળી સમૃદ્ધિ નકામી જ છે. જેને આંખો છે તેને તે પ્રત્યક્ષ સૂર્યની પણ જરૂર જ નથી.
પાણીમાં, કાચમાં, ઘડામાં કેઈપણ ચીજમાં સૂર્યનું માત્ર પ્રતિબિંબ પડે છે, તે પ્રતિબિંબ પણ નેત્રવાળાને માટે તે બસ છે. એકલા પ્રતિબિંબ ઉપરથી પણ તે સૂર્યને પારખી લે છે, તે જ પ્રમાણે જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થયેલી છે, તે આત્માઓને માટે તે ભગવાન શ્રીજિનેશ્વરદેવેનું જેમાં પ્રતિબિંબ છે એવા આગમે જ બસ છે. પ્રતિબિંબ ઉપરથી મૂળ વસ્તુને ખ્યાલ આવી શકે છે, પરંતુ તે - ખ્યાલ પણ નેત્રવાળાને માટે જ છે. આંધળે તે એ ખ્યાલ પણ કરી શકવાનો નથી; કેઈ વ્યક્તિને આંખ હોય, પતરામાં, કાચમાં કે પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ તે દેખી શકે, અને તે છતાં પણ એવી શંકા કરે કે, “સૂર્ય ઉગ્યું હશે કે નહિ ઉગે ?” તે તેવાઓને “દેખતા આંધળા જ” કહેવા પડે છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર મહારાજનું જેઓ શાસન પામ્યા છે, તેઓ પણ જે એ વિષયમાં આ શંકા કરવા જાય તે તેઓ દેખતા આંધળા જ છે. દેખતા આંધળા,
સમ્યગદર્શનની અપેક્ષાએ અન્ય દર્શનીઓ આંધળા છે, નેત્ર વિનાના છે, અને તેઓ આત્માના કૈવલય ગુણ વગેરેમાં શંકા કરે તે તે સ્વાભાવિક છે, પરંતુ જેઓ જૈન દર્શનને પામ્યા છે; જનદર્શનરૂપ આંખને પામ્યા છે, તેઓ આગમ રૂપી સ્વચ્છ પાણીમાં જિનેશ્વર રૂપી સૂર્યનું સ્વચ્છ પ્રતિબિંબ જોયા પછી પણ તેમાં શંકા કરે, તે તેઓ પણ દેખતા આંધળા જ છે. જૈન શાસન એટલે વૈજ્ઞાનિક ધમ.
જૈન શાસનમાં આત્માનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ એ સઘળાનું સ્પષ્ટ અને શુદ્ધ નિરૂપણ કરેલું છે. એ નિરૂપણ મિથ્યા દર્શનીઓ ન સમજી શકે એમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ જે જૈન દર્શનના અનુયાયીઓ પણ એ વિવેચનમાં શંકા કરે તે તેઓ બેશક દેખતા આંધળા જ છે. જેઓ આત્માના કૈવલ્ય સ્વરૂપને માનતા જ