________________
૧૯૪
પર્વ મહિમા દર્શન એમ કહેવામાં ભાગ્યે જ ભૂલ થતી ગણાય. તો શું એટલી ખાતરી દાનધર્મને માટે રાખો છો કે કિરણ વિનાના સૂર્યની જે દશા ગણી શકીએ તે દશા દાન વિનાના શાસન કે ધર્મરૂપી સૂર્યની છે કે ગણાય? જે શાસન સૂર્યને માટે તે દાનધર્મ મૂલરૂપે સહસ્ત્ર કિરણને સ્થાને છે એમ ગણી શકે તે –
તમારી તે સુપાત્ર-દાનની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને અતિશયતા તરફ કેવું લક્ષ્ય હોવું જોઈએ તે સહેજે સમજાશે અને જ્યારે સુપાત્રની તે સ્થિતિ સમજાશે, ત્યારે શીલ, તપ અને ભાવ એ ત્રણે ભેદો જરૂરી છતાં શિક્ષાત્રત તરીકે અને તેમાં પણ છેવટે વ્રતના છેડા તરીકે હાઈ કલશ તરીકે સુપાત્ર-દાનને સ્થાન મહ્યું છે તે સમજવાની સુગમતા થશે. ભાવના માત્રથી હજાર કિરણને જોડાવું એ દાનધર્મને જ વરે છે
એ બીન ઉપર પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે અન્ય સર્વ વ્રતમાં તે તે વૃત્તિપાલનને જ ઉપદેશ અને તે વૃત્તિપાલનને અંગે જ ફળ આવે છે. જ્યારે દાનને અંગે તે જાહેર થયેલ અને આચરાતા વ્રતને અંગે તે દાન દેવાનું ન મળે, પણ તેનું ફળ લેવા માટે વિચારની શ્રેણી ગઠવવા નિર્દેશ કરેલ છે અને તેવી ગોઠવણીથી વિચાર માત્રથી પણ વ્રતપાલન થઈ ગયું એમ વ્રતધારીએ માની લેવું યોગ્ય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે, અને આપણે માનીએ છીએ, અર્થાત્ ભાવના માત્રથી હજાર કિરણનું જોડાવું માનવું એ દાનધમને જ વરે છે. અનુમોદનાથી ફળ આપનાર દાન-ધર્મ જ છે.
આ હકીક્ત બરાબર વિચારવાથી સમજાશે કે બીજાં બધાં વ્રત કરતાં આ દાનનું જ વ્રત એવું છે કે જેને ન પાલનારે અર્થાત્ દાનને ન દેનારે હોય, છતાં માત્ર થતા વ્રતનું એટલે કરાતા દાનનું અનુમદન કરવાથી પણ અનેક ભવ્યાત્માઓએ ફળ મેળવ્યાં છે અને તે હકીક્ત સૂત્ર, સિદ્ધાંત, પંચાંગી અને ગ્રંથથી સેંકડો રથાને સિદ્ધ થયેલી છે. દાન-ધર્મની જરુર
શરીર વિના મોક્ષ નથી, આહાર વિના શરીર નથી અને દાનધર્મની પ્રવૃત્તિ થયા વિના આહારની પ્રાપ્તિ થતી નથી. એ વાતને