________________
પર્વ મહિમા દર્શન
અને પડી ગએલા ઝાડમાં બીજ ફરક નથી. માત્ર પેલું જમીનમાં મૂળ સાથે જોડાએલું છે, બીજુ મૂળથી છૂટું પડી ગએલું તેવું જ છે. પણ ત્રીજે દહાડે પડી ગએલાનું નામ નિશાન રહેવાનું નથી, તેમ આપણે શ્રીપાળચરિત્રમાં મૂળરૂપ નવપદની આરાધનાનું ધ્યાન ન રાખીએ તે શ્રીપાળની દેવતાઈ રિદ્ધિ સિદ્ધિ વગેરે પર આપેલું ધ્યાન ઉખડી ગયેલા ઝાડ જેવું છે. નવપદને સમુચ્ચયમહિમા કહી પ્રથમ પદનો મહિમા જણાવી ગયા.
હવે બીજા સિદ્ધપદને મહિમા જણાવે છે. અરિહંત ભગવાનને માનવા છતાં સિદ્ધ ભગવાનને ન માને તે ભવ્યત્વની છાપ ન મળે. સિદ્ધપણને માને તે જ ભવ્યત્વની છાપઅભવ્ય કેટલાં તવ માને?
આઠ તત્ત્વ માને ત્યાં સુધી તે અભવ્ય પણ હોય. અભવ્ય મોક્ષ સિવાય આઠ તત્વની માન્યતા કરે. અભવ્યને સિદ્ધપદની માન્યતા ન હોય. જીવાદિક આઠ તત્ત્વની માન્યતા ન હોય તે દેવલેક માટે તપસ્યા કરી શકે નહિ. દેવલેકની માન્યતા કરનારે આઠ તત્ત્વ માની લીધા, નહિતર તપસ્યા થાય નહિ. નવકારશી કરવાવાળાએ જિનેશ્વર, તપસ્યા નિર્જરા બધું માન્યું, નહીંતર તે માન્યા વગર નવકારશી પચ્ચકખાણ કરવાનું બને નહિ. જેણે દેવલેક માટે સાધુપણું સ્વીકાર્યું છે, તે આઠ તત્વ માને છે. જે જીવ ન માને તે દેવલેકમાં ઉપજવાનું નથી. અજીવ ન માને તે દેવલેકના વિમાનાદિક માનવાના નથી. આશ્રવ માને તે શુભમાં ઉદ્યમ કરે, પાપને રોકવું ન માને તે નરકાદિકે જાય, અને રોકવું માને તો દેવલોકમાં જાય, તે કયાંથી માને ? પાપથી નરકાદિક ફળ મળે અને પુણ્યથી સ્વર્ગાદિક ફળ મળે છે. પહેલાંના પાપકર્મ તેડયા વગર દેવલોકમાં નહીં જવાય, માટે નિર્જર માનવી પડે. આઠ તત્વ અભવ્ય માની લે, જિનેશ્વર હોય ત્યારે તેમની સમૃદ્ધિ, પૂજા, દેવતાઆગમન વગેરે જોઈ અભવ્યને આઠ તત્ય માન્યા વગર છૂટકે નથી, પણ મેક્ષ સિવાય પુણ્યાદિક માનવાથી ભવ્યપણાની છાપ ન લાગે. જ્યારે સિદ્ધપણું માને, ત્યારે જરૂર ભવ્ય ગણાય. મેક્ષની શ્રદ્ધા, સિદ્ધિ, સિદ્ધિની શ્રદ્ધા ભવ્ય સિવાય બીજાને ન હોય.