________________
શ્રી સિદ્ધ પદ વ્યાખ્યાન અરિહંતપદની જડ-સિદ્ધપણું.
બીજા પદમાં આરાધના કેની કરીએ છીએ? દી ઉપયોગી શામાં ? દેખવાની વસ્તુ હોય તેમાં. દેખવાની વસ્તુ ન હોય તે ઉદ્યોતનું ઉપયોગીપણું ગણાય નહિ. જે સિદ્ધો ન હય, સિદ્ધપદ ન હોય તે તીર્થકરનું ઉપયોગીપણું નથી, સિદ્ધો થયા છે, અષ્ટકર્મ રહિત થઈ શુદ્ધ આત્માની સ્વરૂપદશા પ્રાપ્ત કરી શકાય છે. આ હેવાથી અરિહંતને માની શકાય છે, અરિહંતપણું મૂળ વગરનું કયારે ? સિદ્ધપણું ન હોય અને સિદ્ધપણું ન માને તે અરિહંતપણું બને નહિ.
અરિહંત ન હોય તે ઉપદેશ કઈ દે નહિ, મોક્ષ કે ઈ મેળ નહિ. સિદ્ધતા પ્રયત્નથી થાય છે. પ્રયત્ન જણાવનાર અરિહંતે છે.
તમે તે ઉલટું કહે છે. સિદ્ધપણું હોય તે જ અરિહંતપણું, આ શી રીતે માનવું ? અરિહંત થયા પછી સિદ્ધ થાય છે. સિદ્ધ કઈ અરિહંત થતા નથી, કાર્ય સિદ્ધપણું. કાર્ય કારણ સિવાય ન હોય તે સ્વાભાવિક. અરિહંતપણું કારણ છે. સિદ્ધપણું કાર્ય છે, તે તમારી વાત કેવી રીતે બેસે?
વાત ખરી. આગળ ને પાછળ નજર રાખે તે આખી વસ્તુ માલુમ પડે. આખા શરીરનું સંસ્થાન આખો ફિટ લે તે માલુમ પડે. અરિહંતના જન્મથી માંડી મોક્ષે ગયા ત્યાં સુધીની સ્થિતિ લેવાની. સિદ્ધપણામાં અરિહંતપણું કારણ કહે તે વ્યાજબી, પણ અરિહંતપણામાં સિદ્ધપણાનું કારણ છે. અરિહંતપણાનું પુણ્ય બાંધ્યું કયારે ? આખા જગતને ઉદ્ધાર કરવાની ઉત્તમ ભાવના થઈ ત્યારે. અરિહંત કરતાં અધિક આદર સિદ ઉપર હોવું જોઈએ.
જેમ નદી પિતાની પાસે બેઠેલાને ઠંડક આપે, ચંદન પણ પાસે રહેલાને સુગંધ આપે, તેમ પોતે જે કુટુંબમાં આવ્યું તે કુટુંબને તારું તેવી ભાવનાવાળે જીવ ગણધર થાય. પિતાને તારવાની બુદ્ધિવાળે અંતકૃત કેવલી થાય. બધા જ તરવા જોઈએ. એક પણ ડૂબે કેમ? તેવી ધારણાવાળે તીર્થકર થાય, તે તીર્થકરપણાની જડ કઈ સિદ્ધદશાને લીધે જ તીર્થંકરપણું મેળવ્યું. તરવાનું ન બનતું હોય તે વિચાર કરત કયાંથી ? અરિહંતપદની જડ સિદ્ધપણું. અરિહંતને ઉપકાર,